________________
ગોરાસાહેબે એને ખૂબ-ખૂબ માર્યો. એ મરી ગયો !”
નીલસાહેબ બોલ્યા,
અચ્છા હુઆ ! મરને સે ઉસકા ભલા હુઆ ! અંગ્રેજ કે હાથ મરનેસે ઇંગ્લિસ્તાનમેં પેદા હોગા ! કુલી લોગ, તુમ બિલકુલ બેવકૂફ હો.”
નાટક જોનારાંઓની આંખમાં મરચું પડ્યું. કાનમાં સીસું રેડાયું. હૈયાં પર હથોડા પડ્યા. દાઝ એવી ચડી કે નીલસાહેબને હમણાં જ ખતમ કરી નાખીએ.
આ જ વખતે જોનારાઓની સભામાંથી એક મોજડી આવી. નીલસાહેબના લમણામાં વાગી.
થોડી વાર હોહા થઈ ગઈ. લોકોએ માન્યું કે કોઈ ગુસ્સે ભરાયેલા માનવીનું આ કામ હશે. તરત ખબર [ પડી કે આગળ બેઠેલા મોટા માણસમાંથી એક જણાએ એ ફેંકી હતી.
બધા આ મોજડી ફેંકનારાની સામે જોઈ રહ્યા. | અરે ! એ માણસ કોઈ નાનો-સૂનો નહોતો. એ તો
બંગાળના મહાન વિદ્વાન અને સુધારક પં, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા !
નાટક આગળ ચાલ્યું. જોનારાંઓ ફરી જોવામાં લીન બની ગયાં. આખરે
નાટક પૂરું થયું.
‘વંદેમાતરમ્’ ગવાયું અને પછી નીલસાહેબનો વેશ ભજવનાર છોકરો મોજડી લઈને આગળ આવ્યો.
પં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એકદમ ઊભા થઈ ગયા. છોકરાએ તેમના પગ આગળ મોજ ડી મૂકતાં કહ્યું,
“અમારું નાટક સફળ થયું. મારા કામની આપે જે કદર કરી તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ મોજ ડી નથી. મારા કામનું આ પ્રમાણપત્ર છે.”
પં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ નિશાળિયાને બાથમાં લઈને ભેટી પડ્યા. એમની એક આંખમાં આંસુ અને બીજી આંખમાં આનંદ હતો.
ભૂલકાંઓના આ નાટકે આખા બંગાળને જાગતું છે કરી દીધું.
અંગ્રેજોના જુલમ સામે ઠેરઠેરથી પોકારો પડ્યા !
અંગ્રેજોના જુલમનો સામનો કરવાની હિંમત આવી. છે ક્રાંતિની હવા ફેલાઈ ગઈ !
મોટાંઓની વાતોથી જે કામ ન થયું, એ નાનાં ભૂલકાંના નાટકે કરી બતાવ્યું.
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0 |
૧૨-00-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી
નાટક કરીએ
છ
0
-0
-0-0-0-0-0
-
૩
c:\backup-l\drive2--1\Bready\'Haiyuna.pm5