________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
સકામ સંવર - આવતાં કર્મોને ઇચ્છાપૂર્વક રોકવાં તે સકામ સંવર.
સક્રિયપણું, કેવળીગમ્ય પ્રદેશોનું- કેવળીગમ્યપ્રદેશો, સક્રિય જુઓ.
સચેત પરિગ્રહ – સચેત પરિગ્રહ એટલે કુટુંબીજનો, દાસ, દાસી, અનુચરો, પશુપંખીરૂપ પરિવાર આદિ ત્રસ જીવોનો સમૂહ અને એ ઉપરાંત મણિ, રત્ન, હીરા આદિ એકેંદ્રિય સ્થાવર જીવો પરનો માલિકીભાવ.
સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ કર્મના સ્વરૂપે આત્મપ્રદેશ ૫૨ નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત કર્મો કહે છે. સત્પુરુષપણું - શુક્લધ્યાનની પંદર મિનિટે જીવ પહોંચે ત્યારે તેને સત્પુરુષની પદવી પ્રાપ્ત થાય છે. આ દશાએ જે ગુણો ખીલવા જોઇએ, જે ભાવસભર બનવું જોઈએ તથા જેવું ચારિત્ર ખીલવું જોઈએ તે સર્વ સત્પુરુષમાં પ્રગટે ત્યારે તેનું સત્પુરુષપણું અનુભવાય છે.
સત્ય (ગુણ/ધર્મ) – સત્ એટલે જેની સત્તા છે તે. જે પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એ સત્ય શ્રધ્ધાન છે, તેવો જ કહેવો એ સત્યવચન છે, અને આત્મસ્વરૂપનાં સત્યશ્રધ્ધાન જ્ઞાનપૂર્વક વીતરાગભાવની ઉત્પત્તિ થવી તે સત્યધર્મ છે.
સત્ય (ઉત્તમ) - આત્મા સત્સ્વભાવી છે એટલે
કે ત્રિકાળ રહેવાવાળો છે. આત્મસત્યને પ્રાપ્ત કરી રાગદ્વેષનો અભાવ કરીને વીતરાગતાની
૬૨
પરિણિત મેળવવી એ સત્યધર્મ. સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન સહિતનો વીતરાગભાવ, અર્થાત્ સાચી શ્રધ્ધા અને સાચી સમજપૂર્વક ઉત્પન્ન થતી વીતરાગ પરિણિત એ ઉત્તમ સત્યધર્મ છે.
સત્યવ્રત - સત્ય એટલે ત્રણ કાળ રહેવાની ક્ષમતા ધરાવે તે. આરંભમાં આ વ્રતપાલનથી જીવ પોતાને કલ્યાણરૂપ હોય, અને અન્ય જીવને દુઃખનું કારણ ન થાય તેવી વર્તના કરવાનો પુરુષાર્થ કરે છે અને પછી તે પોતાનાં સત્યપાલનને એટલું સંયમિત બનાવે છે કે પોતાને અલ્પાતિઅલ્પ કષાય અને કર્મબંધ થાય, સાથે સાથે અન્ય સંબંધિત જીવોને પણ તે કર્મબંધના ભારથી બચાવતો જાય છે. સત્સંગ - સત્સંગ એટલે ઉત્તમનો સહવાસ. સત્પુરુષોનો સમાગમ, ઉત્તમ શાસ્ત્રોનાં અધ્યયનમાં એકાગ્ર રહેવું એ સત્સંગનાં સાધનો છે.
સદ્ગુરુ - જીવને સાચા મોક્ષના માર્ગે દોરે તે સદ્ગુરુ.
સનાતનપણું, ધર્મનું - ધર્મનું સનાતનપણું એટલે તેનું કાયમનું ટકવાપણું.
સનાતન ધર્મ – જે ધર્મ ત્રણેકાળ રહેનાર છે, ત્રણે
કાળ કલ્યાણ કરનાર છે તે સનાતન ધર્મ છે. સનાતન માર્ગ - જે માર્ગ કાયમ માટે અસ્તિત્વમાં હોય તે.
સમિત - સકિત એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, અનુભવસહિતનું શ્રદ્ધાન.