________________
પરિશિષ્ટ ૧
પારિભાષિક શબ્દકોષ
ૐ - ૐૐ ધ્વનિ એ પંચપરમેષ્ટિ ભગવંતનુંઅખેદપણું - ખેદ રહિત સ્થિતિ, જેમાં સ્થિર
પરિણામ હોય.
પ્રતિનિધિત્વ કરે છે. તેમાં શ્રી અરિહંતનો ‘અ’, સિદ્ધપ્રભુ એટલે અશરીરીનો ‘અ’, આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયજીનો ‘ઉ’ અને સાધુસાધ્વી અર્થાત્ મુનિનો ‘મ્’ એકત્રિત થઈ (ચાર સ્વરને એક વ્યંજન સાથે ઉચ્ચારવાથી) ‘ઓમ્’શબ્દ બને છે. એ નાદમાં પાંચે પરમેષ્ટિ ભગવંતે ભાવેલા અને ઘૂંટીને છોડેલા કલ્યાણભાવના કેટલાયે પરમાણુઓ સમાયા હોય છે.
-
ૐ, અરૂપી જેમાં માત્ર વેદન હોય, પણ શબ્દદેહ ન હોય તેવો ૐ નો અનુભવ.
ૐ આશા - પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞા. ૐૐ ધર્મ - પંચપરમેષ્ટિ પાળે છે તે ધર્મ. ૐ ધ્વનિ - ૐકારનો અવાજ. પંચપરમેષ્ટિના કલ્યાણના ભાવના સમૂહમાંથી ઊઠતો નાદ જે ‘ઓમ’ જેવા ઉચ્ચારવાળો હોય છે.
ૐ નાદ - ૐકારનો સ્વર અવિરતપણે આવવો. ૐ રૂપી મૌન - ૐૐની બાબતમાં રૂપી મૌન એટલે શબ્દોચ્ચાર વગરની સ્થિતિ.
ૐ સિદ્ધિ – પ્રભુને પ્રગટેલી પરમ સિદ્ધિ.
૧
અગુરુ - જીવનો આત્મા જ્યારે નિત્યનિગોદમાં પૂરેપૂરો અવરાયેલો હોય છે તે વખતે તેનું એટલું સૂક્ષ્મ રૂપ હોય છે કે તેના પર માત્ર અસંખ્ય ૫૨માણુઓ જ રહી શકે છે. જીવનું આ અતિસૂક્ષ્મ સ્વરૂપ તે અગુરુ રૂપ. આત્મા ભારે નથી તે તેનું અગુરુપણું છે.
અગુરુલઘુપણું - ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હલકું. અગુરુલઘુ એટલે ભારે પણ નહિ, હલકું પણ નહિ તેવું. આત્મા પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે અગુરુલઘુ ગુણ પ્રગટે છે. અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન - (અ) સર્વ કષાયો સત્તાગત થાય છે, એકનો પણ ઉદય હોતો નથી. (ભાગ - ૧)
(બ) ઉપશમ શ્રેણિ માંડેલા જીવ માટે જ આ
ગુણસ્થાન છે. મોહનીયની બાકી રહેલી સંજ્વલન પ્રકૃતિ અહીં ઉપશાંત થાય છે અને તેનો ઉદય થવાથી જીવનું અવશ્ય પતન થાય છે અને નીચેના ગુણસ્થાને ઉતરી જાય છે. (ભાગ - ૨)
=