________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
હતાં તે જોઇને તાજુબ થઈ જવાય તેવું હતું. સૌભાગભાઈનાં નિમિત્તથી કૃપાળુદેવે પોતે અનુસરતા માર્ગમાં ફેરફાર આદર્યો. તેઓ મહાવીર પ્રભુ પ્રતિના પોતાના વિનયભાવને અને આદરભાવને ખૂબ વધારી, ભક્તિમાર્ગ સ્વીકારી મોહ તોડતા ગયા. અને આ માર્ગે તેઓ ખૂબ ઝડપથી ગુણસ્થાન ચડયા. ક્ષાયિક સમકિત લીધા પછી માત્ર ત્રણ માસ જેવા નાના ગાળામાં તેઓ સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરી ચૂક્યા હતા. સાથે સાથે વર્તતાં જ્ઞાનદર્શનનાં આવરણને ઝડપથી ક્ષીણ કરતા ગયા. એમનાં જ્ઞાન તથા દર્શનની ખીલવણી એટલી ઝડપથી થવા લાગી કે થોડા કાળમાં તેઓ ‘કેવળ લગભગ ભૂમિકા' સુધીનો વિકાસ કરી શક્યા. સં. ૧૯૫૬માં તેઓ લખે છે કે, “અમને એક વચન વાંચતાં હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.' આ વચન તેમનાં ખીલેલાં જ્ઞાનનો આપણે માટે પૂરાવો છે.
પ્રથમ માર્ગે જતાં, સં. ૧૯૪૦ માં પૂર્વે મેળવેલાં સમ્યકજ્ઞાનની તેમને પ્રતીતિ આવી હતી. તે પછી સં. ૧૯૪૭માં તેમને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયું. એટલે કે સમ્યકત્વની સ્મૃતિ પછી ક્ષાયિક સુધીનો મોહ તોડતાં વર્ષો વીત્યાં. તે અરસામાં તેમણે માર્ગ બદલ્યો. વિનયભાવ વધારી ભક્તિમાર્ગે મોહ તોડતાં માત્ર ત્રણ માસમાં સાતમા ગુણસ્થાન સુધીનો મોહ ક્ષીણ કર્યો, સાથે સાથે એટલી જ ત્વરાથી જ્ઞાન તથા દર્શનનાં આવરણ ઘટાડ્યાં. અને થોડા વર્ષોમાં કેવળ લગભગ ભૂમિકા' અને ઉત્કૃષ્ટ સાતમું ગુણસ્થાન મેળવ્યાં. તેમનો આ પુરુષાર્થ બતાવે છે કે વિનયગુણને અવધારી સદ્ગુરુને આજ્ઞાધીન થઈ વર્તતાં જીવ આત્મિક વિકાસ ખૂબ ઝડપથી કરી શકે છે.
સં. ૧૯૪૬માં કૃપાળુદેવ સૌભાગભાઈના સંપર્કમાં આવ્યા ત્યારથી તેમના વિનયભાવે કૃપાળુદેવને ખૂબ આકર્ષ્યા હતા. એ વિનયભાવને કારણે અને પોતાના ઉત્તમ પુરુષાર્થને કારણે તેમનો આત્મિક વિકાસ ખૂબ જ ઝડપથી થયો, એટલું જ નહિ પૂર્ણ આજ્ઞાધીન બની પુરુષાર્થ કરતાં તેમને માટે દેવલોકનો ભવ કુદાવવો સહજ થઈ ગયો. શુક્લધ્યાનમાં પાપપુણ્યના જથ્થાને બળવાન રીતે ક્ષીણ કરવાનો માર્ગ તેમને યથાર્થતાએ સમજાઈ ગયો અને મનુષ્ય જન્મ પામી લઘુવયે કેવળજ્ઞાન લેવાનો સફળ પુરુષાર્થ તેઓ કરી શક્યા. આ માર્ગનું સહજપણું થવામાં શ્રી સૌભાગભાઈનો ફાળો
૬૯