________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
પશ્ચાત્તાપ વેદી, ક્ષમા માગી શુદ્ધ થવા પુરુષાર્થી થાય છે. સાથે સાથે ઉત્તમ આત્મા તરફથી મળેલા મંત્રનું આરાધન કરી તે જીવ આત્મસ્થિરતા કેળવે છે. પરિણામે તેને શાંતિદાતા માટે ખૂબ અહોભાવ અને વિનયભાવ વેદાય છે, જે મહાબળવાન માનભાવને છેદવા માટે ખૂબ ઉપકારી થાય છે. આ
થાય છે ભક્તિમાર્ગ. ૨. ક્ષમાપનાથી પ્રેરિત પ્રાર્થના અને મંત્રસ્મરણઃ સંસારમાં પરિભ્રમણ કરતાં
અનેક દુઃખોમાંથી પસાર થતાં જીવને જ્યારે ખ્યાલ આવે છે કે આ બધી દુ:ખની પરંપરા પોતાનાં પૂર્વકાળની ભૂલોનું જ પરિણામ છે, ત્યારે તેને તે ભૂલો બદલ પશ્ચાત્તાપ થાય છે અને ક્ષમાપના કરવા પ્રવૃત્ત થાય છે. અને ભૂલોથી છૂટવા માટે સમજણ લેવા તે જીવ ઉત્તમ આત્મા પ્રત્યે પ્રાર્થના કરવા લલચાય છે. તેને જ્ઞાનની – સમજણ લેવાની મુખ્યતા રહે છે. તે પ્રાપ્ત કરવા તે ઉત્તમ પુરુષ માટે ભાવનું વેદન કરે છે અને તેમની ભલામણ અનુસાર મંત્રસ્મરણનું આરાધન કરે છે. આ પ્રક્રિયામાં જીવ જ્ઞાની પાસે ભક્તિ ન ઇચ્છતાં જ્ઞાન ઇચ્છે છે. તેનાથી બને છે
જ્ઞાનમાર્ગ. ૩. મંત્રસ્મરણથી પ્રેરિત પ્રાર્થના અને ક્ષમાપના: સંસારમાં પરિભ્રમણ કરતાં
કરતાં જીવ લબ્લિસિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિના યોગમાં આવે છે ત્યારે તેના ચમત્કારોથી આકર્ષિત બની અનેક શક્તિઓ મેળવવાનો લોભ તથા સંસારી શાતાઓની ઇચ્છા બળવાન થાય છે. અનાદિકાળથી સંસારી ઇચ્છામાં જ રમતા જીવને આ રીતે વર્તવું સહજ બને છે, તેથી તે જેના શરણે જાય છે તેના સાથથી મંત્રસ્મરણની પ્રક્રિયા બળવાનપણે કરે છે. એક તત્ત્વનું રટણ અને તેમાં કરેલી એકાગ્રતા સિદ્ધિ માટે જરૂરી છે. તે આ રટણ અને એકાગ્રતા કેળવવા માટે પ્રાર્થના તથા ક્ષમાપના કરવા પ્રેરાય છે. તેના માટે સિદ્ધિ મેળવવી એ મુખ્ય ધ્યેય હોય છે, જો કોઈ આપ્તપુરુષનો એને મેળાપ થાય તો તે સંસારી ધ્યેયને પરમાર્થ ધ્યેયમાં પલટાવી શકે છે, પણ તેમાંય