________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
ધરાવતા નથી, પણ તેઓ પ્રત્યેક કષાયરૂપ બની સત્તામાં રહે છે. જો કોઈ રાગ કે વૈષના ઘટક સત્તામાં રહી ગયા હોય તો તે બે કષાયને છૂટા પાડવાનું કામ શ્રેણિમાં થઈ શકતું નથી તેથી તે જીવ ઉપશમ શ્રેણિમાં જાય છે, અને એમાનાં રાગ કે દ્વેષનો ઉદય આવે ત્યારે તે જીવ ૧૧માં ગુણસ્થાનથી નીચે આવી જાય છે. કષાયના અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની સ્કંધોને તેના સંજ્વલન પ્રકારમાં ફેરવી આત્મા કષાયના બળને તોડી નાખે છે. જે સંજ્વલન કષાયોનો ઉદય નજીકમાં હોય છે તેવા સંજ્વલન કષાયોને પહેલાં ક્ષીણ કરે છે, અને જેનો ઉદય નજીક છે એવા અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની કષાયોને સંજ્વલનમાં રૂપાંતરિત કરી, ઉરિણા કરી, વેદી તેનો પણ નાશ કરે છે. અને જેના ઉદયને થોડી વાર છે તેવા અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાન કષાયોને સંજ્વલન કષાયમાં ફેરવી સત્તાગત રાખે છે. તેનો ઉદયકાળ આવતાં તેને પણ ક્ષીણ કરતો જાય છે. આમ મોટા કષાયને નાના કરવા, નાના કે ઉદયગત કષાયોને પ્રદેશોદયથી ભોગવી ત્વરાથી ક્ષીણ કરવા અને સત્તાગત કર્મો પણ ખૂબ ઝડપથી અલ્પ કરતા જવા, આવી સઘળી ક્રિયા આત્મા એક સાથે, પ્રમાદરહિત બની શ્રેણિમાં કરતો જાય છે. આ કાર્ય કરવામાં જો પ્રમાદ પ્રવેશી જાય તો આત્માને કેટલું નુકશાન થાય તે વિચારણીય છે. માટે ‘પ્રમાદ કર્તવ્ય નથી'.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય આ જ ક્રમમાં કેમ ક્ષીણ થાય છે? ક્રોધ અને માનના મિશ્રણથી વૈષ ઉત્પન્ન થાય છે, માયા અને લોભના મિશ્રણથી રાગ ઉત્પન્ન થાય છે. જો રાગ હોય તો તે ન પોષાય ત્યારે દ્વેષ ઉત્પન્ન થાય છે, એટલે કે દ્વેષ એ રાગના આધારે જ આવે છે, રાગ ન હોય તો વૈષ ન હોય. આમ વૈષ એ રાગનું નકારાત્મક સ્વરૂપ છે. તેથી રાગ અને દ્વેષમાં દ્વેષ તોડવો સહેલો પડે છે, કારણ કે પોતાની ભાવના કે ઇચ્છા પૂરી નથી થતી ત્યારે દ્વેષ જાગે છે, આથી એ તત્ત્વથી આત્માને ભિન્નપણું અનુભવાય છે માટે તેનો ત્યાગ કરવો જીવને સહેલો પડે છે. આ પરથી સમજાય કે રાગ કરતાં વૈષ અર્થાત્ ક્રોધ અને માન છોડવા સહેલાં છે. વળી વિચારતાં સમજાય છે કે ક્રોધ એ સ્વતંત્ર કષાય નથી, જ્યારે જીવનાં માન, માયા કે લોભના ભાવને હાનિ પહોંચે છે ત્યારે ક્રોધ ઉભવે છે; તેથી ક્રોધ એ પરિણામ છે
પ૭