________________
કેવળી પ્રભુનો સાથ
પછીથી જે શાતાવેદનીય કર્મ બાંધે છે તેમાં કેટલોક જથ્થો વચનવર્ગણાનો હોય છે. આ જથ્થાની નિર્જરા કરવા માટે શ્રી કેવળીપ્રભુને ઉપાધ્યાયજીના આ લક્ષણની સહાયતા જરૂરી બને છે. એમના કલ્યાણના પરમાણુઓનો આધાર લઈ તેઓ પોતાના આ શાતાવેદનીયનો જથ્થો ઘટાડતા જાય છે.
જ્યારે શ્રી તીર્થંકર પ્રભુની દેશના છૂટે છે તે વખતે પર્ષદામાં હાજર રહેલા કેવળી પ્રભુ પોતાના વાચારગણાના પરમાણુઓ, જે સમયે તીર્થંકર પ્રભુનો આત્મા યોગ સાથે જોડાઈ નવા શતાવેદનીય સ્વીકારે છે, તે સમયે બળવાનપણે છોડી દેશનાના મહત્ત્વને જાળવવામાં મોટો ફાળો આપે છે અને પોતાના બંધાયેલા શાતાવેદનીયની બળવાન નિર્જરા કરે છે. આવી જ રીતે જ્યારે અન્ય જીવાત્મા તરફથી પ્રશ્ન થાય ત્યારે પણ તેઓ નિર્જરા કરી નાંખે છે. શાતા વેદનીયનો જથ્થો જેટલો ઓછો થાય તેટલું આત્માનું યોગ સાથેનું જોડાણ ઘટતું જાય છે. યોગનું જોડાણ જેટલું ઓછું થાય એટલા પ્રમાણમાં નવો આશ્રવ ઓછો થાય અને અઘાતી કર્મોથી નિવૃત્તિ થતી જાય, શુદ્ધિ વધતી જાય. આ સ્થિતિનું વિશ્લેષણ કરતાં આપણને સમજાય છે કે “સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી' એ કેટલું બધું સૂચક છે?
આત્મા જ્યારે ૧૩માથી ૧૪મા ગુણસ્થાને આવે છે ત્યારે તે યોગને સંધે છે. યોગને રુંધવા માટે આત્માને આશ્રવ કરાવે તેવું એક પણ કર્મ ન હોવું જોઈએ. વળી, બાકી રહેલા ચારે અઘાતી કર્મોની કાળસ્થિતિ એક સરખી હોતી નથી, તો તે કર્મ પરમાણુઓને એવી રીતે આ લોકમાં વહેતા મૂકવા જોઈએ કે જેથી તે યોગને સંધવામાં બાધારૂપ ન થાય. આ કાર્ય કરવામાં તેમને સાધુસાધ્વીનું લક્ષણ ઉપયોગી થાય છે. સાધુસાધ્વીજી જ્ઞાન તથા વિનયનો ઉપયોગ એક સાથે કરી જ્યાંથી ઉત્તમ મળે ત્યાંથી ગ્રહણ કરી, જિનેશ્વર પ્રણીત માર્ગમાં ચાલવા ઉત્સુક હોય છે. અરિહંત, સિધ્ધ, ગણધરાદિ લોકના અમુક ભાગમાં જ હોય છે, ત્યારે સાધુ સાધ્વી લોકના ઘણા ભાગમાં રહેલા છે. અને જે જગ્યાએ હોય ત્યાં રહી વિકાસ કરવા ઉત્સુક હોય છે. તેમનો જથ્થો પણ અન્ય પરમેષ્ટિ ભગવંત કરતાં ઘણો મોટો હોય છે. તેમના આ લક્ષણોથી ઘેરાયેલા કેવળીપ્રભુ માત્ર આઠ સમય જેટલા લઘુકાળમાં પોતાના આત્માને
૪૨