________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
સિદ્ધપ્રભુનાં પરમાણુઓ સહાયક બને છે. અહીં જીવે એવું અપ્રમાદીપણું રાખવાનું છે કે અરિહંત પ્રભુનાં જે પરમાણુઓએ અત્યાર સુધી સાથ આપ્યો હતો તેનો ત્યાગ કરતાં લોભ ન થાય અને સિદ્ધપ્રભુ કેવળીપર્યાયમાં અરિહંત કરતાં નીચી કક્ષાએ હતા તેથી તેમનો નકાર ન થાય. આમ ન વર્તે તો તેનામાં પ્રમાદ પેસી જાય છે.
જીવ જો પૂર્ણ આશાએ વર્તતો હોય તો તે દશમાના અંત પહેલાં અરિહંતના સાથને સ્પષ્ટપણે અનુભવે છે, પછી સિદ્ધના સાથને પણ એવી જ રીતે અનુભવે છે. આ બંને પરમેષ્ટિની આજ્ઞાને તે તાદાસ્યભાવથી ઝીલે છે અને બીજા ત્રણ પરમેષ્ટિ પાસેથી એ આજ્ઞાને પૂર્ણપણે પાળવાના ઉત્સાહને દાનરૂપે માગે છે. તેનાથી તેનો પુરુષાર્થ યોગ્યતાવાળો બને છે, અને એના કેવળીગમ્ય પ્રદેશો એ કાળ માટે નિસ્પૃહ બની એમના પર રહેલા અઘાતીના ઉદયને અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણથી આઠ શુધ્ધ પ્રદેશ જેવા કરે છે. આમ ૧૨મા ગુણસ્થાને જવાના વખતે તેની પાસે કુલ ૧૬ શુદ્ધ પ્રદેશ અપેક્ષાએ હોય છે. ૧૬ પ્રદેશના બળવાન યોગને લીધે જીવ લોભના સર્વ ઉદયોનો નાશ કરી શકે છે અને તેના નિમિત્તે સર્વ મોહનો નાશ કરી ૧૨મા ગુણસ્થાને પહોંચે છે.
જે જીવને અરિહંતના પરમાણુઓ માટે સૂક્ષ્મ લોભ થાય છે, અને સિદ્ધાત્મા માટે તેમની કેવળી પર્યાયની ઉતરતી કક્ષા માટે સૂક્ષ્મ નકાર થાય છે તે જીવ ઉપશમ શ્રેણિમાં જાય છે, કારણ કે આ હકાર તથા નકારના પ્રભાવથી તેના ૮ કેવળગમ્ય પ્રદેશો પૂર્ણતાથી અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરી શકતા નથી. તેથી અગ્યારમા ગુણસ્થાનના કોઈક ભાગમાં અઘાતી શાતાવેદનીયનો ઉદય એ આઠ કેવળીગમ્ય પ્રદેશો પર આવે છે. જેના માટે એ આત્મા સૂમ લોભ કરી પતન પામે છે. એથી ‘સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી' એવા શ્રી મહાવીર પ્રભુના બોધમાં સર્વ અરિહંત પ્રભુનો બોધ સમાયો છે એમ આપણે કહી શકીએ.
શ્રી અરિહંતપ્રભુ પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞામાં પૂર્ણતાએ નિમગ્ન થઈ, અપૂર્વ ક્ષેપક શ્રેણિમાં “આણાએ ધમ્મો, આણાએ તવો' પદને વિશુધ્ધરૂપે અનુભવી,
૩૯