________________
કેવળી પ્રભુનો સાથ
પ્રાપ્ત કરવાની ગતિને નક્કી કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલા ઊંડાણથી જીવને પંચપરમેષ્ટિ ભગવંત માટે ભક્તિ ઉત્પન્ન થાય છે, એટલા જ ઊંડાણથી એને આજ્ઞાનું આરાધન મળે છે. અને જેટલા ઊંડાણથી આજ્ઞાનું આરાધન થાય એટલા વેગથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે આજ્ઞાનું આરાધન એ મોક્ષ મેળવવા માટે ટૂંકામાં ટૂંકો માર્ગ છે.
તો આ ભક્તિ એટલે શું? ભક્તિ એટલે આત્માએ એના કરતા ઊંચા આત્મા પ્રત્યે એક પ્રદેશથી શરૂ કરી, અનેક પ્રદેશોમાં વેદન કરી, રોમ રોમ અને સર્વ પ્રદેશના સર્વ ભાગ અને અનુભાગમાં એ આત્મા પ્રત્યે પ્રેમભાવ, અહોભાવ અને આજ્ઞાભાવ વેદવો. તેથી આપણે કહી શકીએ કે ભક્તિમાર્ગ એ આજ્ઞામાં રહેવા માટેનો મુખ્ય માર્ગ છે. તે માર્ગ સરળ, સ્વચ્છ અને સુગમ છે. આજ્ઞા મેળવવા ભક્તિ એ ટૂંકામાં ટૂંકો અને સહેલામાં સહેલો માર્ગ છે.
જીવ જેમ જેમ સદ્ગુરુ પ્રત્યે ભક્તિનું વદન વધારે છે, તેમ તેમ તેને ખ્યાલ આવે છે કે પોતાનાં શક્તિ, સામર્થ્ય અને યોગબળ સગુરુ કરતાં ઘણાં અલ્પ છે. બીજી બાજુ એ જીવને પોતાના સદ્ગુરુ જેવાં શાંતિ, સ્થિરતા અને આજ્ઞાધીનપણું જોતાં હોય છે. આ બંને ભાવ જીવ કોઈક અપેક્ષાએ એક સાથે વેદે છે, જેનાં ફળરૂપે તેને પોતાના સગુરુ માટે અપૂર્વ પ્રેમ જાગે છે. આ પ્રેમ જાગતાં તેને અપૂર્વ ભક્તિ અને આજ્ઞામાં રહેવાના અપૂર્વ ભાવ જાગે છે. પોતાની સર્વ સંપત્તિ તન, મન, ધન સર્વ યોગનું સામર્થ્ય, પોતાના આત્માના પ્રદેશ પ્રદેશ અને રોમેરોમ સદ્ગુરુનાં ચરણમાં સોંપવાના ભાવ તેને પ્રાથમિક અવસ્થાએ પ્રગટે છે. આ ભાવથી જીવને અમુક શુદ્ધિ સાથે પોતાના સદ્ગુરુ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય છે.
આ ભક્તિના કારણે પરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ તે જીવ ગ્રહણ કરે છે, તે પરમાણુઓના પ્રભાવથી રાગદ્વેષનાં મિશ્રણથી ભરેલાં ચારિત્રમોહનાં પરમાણુઓ છૂટા પડવાની શરૂઆત થાય છે. અત્યાર સુધી રાગદ્વેષની ભેળસેળને લીધે જીવ દુઃખમાં ગળકાં ખાતો હતો, તેમાં મિથ્યાત્વ આદિ જવાને લીધે, ભક્તિ આદિ