________________
કેવળી પ્રભુનો સાથ
સિદ્ધના આજ્ઞારસ સાથે ચારિત્રમોહ ભળી પાંચ પટ્ટા દરેક પ્રદેશ પર રચાય છે. તે પછી ચારિત્રમોહ અને આજ્ઞારસના મિશ્રણની ફરતી કિનાર થાય છે.
આજ્ઞારસ
મિથ્યાત્વ
II
II
III
IIIR
ચારિત્રમોહ
આજ્ઞારસની ધાર બંધાતા મિથ્યાત્વ અને ચારિત્રમોહ જે એકબીજામાં ભળેલા હતા તે છૂટા પડે છે અને એ બંને વચ્ચે ખાલી જગ્યા થાય છે, જેમાં પ્રત્યક્ષ સગુરુનો કલ્યાણનાં પરમાણુરૂપ આજ્ઞારસ ભરાય છે. વ્યવહારનયથી વિચારીએ તો મિથ્યાત્વ તોડવા માટે જીવે પરમાર્થ લોભ કરવો પડે છે, તેથી એ આજ્ઞારસ ચારિત્રમોહમાં ભળે છે. આ પ્રક્રિયાથી મિથ્યાત્વ છૂટું પડે છે, અને તેની આજુબાજુ પ્રત્યક્ષ સગુરુના રસનો સ્પર્શ થાય છે. આ રસને પંચપરમેષ્ટિ ભગવંતમાંથી કોઈ એક ઇષ્ટ ભગવંતના સર્વ સદ્ગુરુના રસની સહાયતા પણ મળે છે. ક્ષાયિક સમકિત લેવું તે ક્ષેપક શ્રેણિનું નાનું રૂપ છે. તેથી જે કેવળી ભગવંતના નિમિત્તે એ આત્મા નિત્ય નિગોદમાંથી નીકળ્યો હોય અને જે ઈષ્ટ ભગવંતના વિભાગમાં એ ભાવિમાં જવાનો હોય એ ભગવંતનો આજ્ઞારસ એના મિથ્યાત્વને તોડવા માટે આગેવાની લે છે. અને આમ કરતાં કરતાં જ્યારે જીવ ૪૮ મિનિટ માટે આ પ્રક્રિયા ગુણશ્રેણિના માધ્યમથી અનુભવે છે ત્યારે એ સમગ્ર મિથ્યાત્વનો નાશ કરે છે.
એ મિથ્યાત્વનો નાશ કરતી વખતે જીવ જો પૂર્ણ આજ્ઞાધીન રહે છે, તો એ પ્રક્રિયામાં તે જીવ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ વધારે ખેંચે છે. અને એના નિમિત્તે એ જીવ અનંતાનુબંધી કષાયના ક્ષય સાથે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયોનો મોટા પ્રમાણમાં નાશ કરે છે. જેના થકી તે જીવ ૫, ૬, ૭ ગુણસ્થાન જલદીથી મેળવી શકે છે.