________________
રક્ષણ કરવા વિનંતિ કરીએ છીએ. અમારા વદનમાં રહેલી પાંચે ઇન્દ્રિયોનું આપના થકી પૂર્ણતાએ રક્ષણ થવાથી તેનાં તેજસ્વીતા તથા કાર્યશક્તિ વધતાં જશે, અને માર્ગ આરાધવાની અમારી ભાવના દૃઢ બનતી જશે, કેમકે સિદ્ધ થતી વખતે તમે જીવ સમસ્તના કલ્યાણ માટે વેઠેલા ભાવથી નિષ્પન્ન થયેલા કલ્યાણનાં પરમાણુઓની ભેટ તમે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞાનુસાર આપી અમ જેવા જગતજીવો પર ઘણો ઘણો ઉપકાર કરી, સમયમાત્રની પણ ખાંચ વગર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞા પાળી રહ્યા છો. આવા ઉત્તમ પરમાણુઓ ગ્રહણ કરવાની આજ્ઞા પામવાના આશયથી આપને સવિનય વંદન કરી, અમે અમારી તેજસ્વી થતી ઇન્દ્રિયોનો સદુપયોગ આત્મશુદ્ધિ માટે કરતા રહીએ એ જ પ્રાર્થીએ છીએ.
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
નમો આયરિયાણં અહો! ગણધર પ્રમુખ આચાર્યજી! આપને સવિનય વંદન કરી વિનંતિ કરીએ છીએ કે અમારાં છાતી, પેટ અને પીઠનું રક્ષણ તમારા આજ્ઞાધીનપણાના ગુણના ઉપયોગ સહિત કરજો, જેથી અમારું તમ સહુ પ્રતિનું આજ્ઞાધીનપણું સતત વધતું જાય. વળી, આપના ઉત્તમ આચારના અભ્યાસના પ્રભાવથી અમે પણ શ્રી અરિહંત પ્રભુએ રચેલા અને શ્રી સિદ્ધપ્રભુએ જગતનાં જીવોને ભેટ આપવા માટે ત્યાગેલાં કલ્યાણનાં ઉત્તમોત્તમ પરમાણુઓ ગ્રહણ કરવા આપની કૃપાથી અને આજ્ઞાથી સમર્થ થતાં જઈએ. પરિણામે ભાવિમાં એવા જ ઉત્તમ પરમાણુઓ જગતને ભેટ આપવા સક્ષમ થતાં જઇએ. આપ સહુની અસીમ કૃપાથી આપના આચારની વિશુદ્ધિ અમને પ્રત્યેક ક્ષણે પ્રાપ્ત થતી જાય, એટલું જ નહિ પણ સાથે સાથે અમારાં અંતરાય તથા મોહનીય કર્મનો એવી જ ત્વરાથી ક્ષય થતો જાય તે માટે પ્રાર્થીએ છીએ.
—
નમો ઉવજ્ઝાયાણં – અહો! પરમ કલ્યાણસાગર શ્રી અરિહંત પ્રભુએ બોધેલા માર્ગનું પ્રભુની આજ્ઞાથી ઉત્તમતાએ અધ્યયન કરી અન્યને અધ્યયન કરાવનાર શ્રી ઉપાધ્યાયજીને અમારાં વંદન હોજો ! અમે આપને હ્રદયપૂર્વક વિનંતિ કરીએ છીએ કે જગતપિતાને આજ્ઞાધીન રહી તમે અમારાં બંને બાહુનું રક્ષણ કરજો. પંચપરમેષ્ટિની આજ્ઞામાં રહી અમને સર્વ પ્રકારનાં અઘાતી કર્મોને નિવૃત્ત કરવાની રીત શીખવવા
૩૩૯