________________
કેવળી પ્રભુનો સાથ
જીવ જ્યારે પરમાણુ ગ્રહણ કરવાના ભાવ કરે છે ત્યારે તે સરળતા અને ભક્તિના ગુણનું જોર અનુભવે છે. ઉત્તમ પરમાણુ ગ્રહણ કરવાના ભાવ જીવને ક્યારે થાય? જીવ જ્યારે સરળતાથી સ્વીકારી શકે કે આ પદાર્થ, આત્મા કે સંજોગ પાસે ઇચ્છિત કાર્યસિદ્ધિ માટે યોગ્ય માર્ગ, સાધન તથા વીર્ય છે, ત્યારે આવા ભાવ કરી શકે છે. તેથી તે સરળતાથી માન છોડી તે પદાર્થાદિ પ્રત્યે મૂળ પ્રાપ્તિ માટે માગણી રૂપ ભક્તિ કરે છે. એ ભક્તિને સફળ બનાવવા સહજતાથી તે પદાર્થાદિ પ્રત્યે વિનયી તથા આજ્ઞાધીન થાય છે. આ વિનય અને આજ્ઞાધીનપણું એ કાર્યરૂપ છે, કેમકે તે બંનેનો આશ્રય જીવ ભક્તિ વર્ધમાન ક૨વા કરે છે. આ ભક્તિ જ્યારે જોરદાર બને છે ત્યારે તે જીવનાં શુદ્ધ પરમાણુને ગ્રહણ કરવાનાં અંતરાય તૂટે છે. અંતરાય ક્ષીણ થતાં તેને માટે જરૂરી યોગ્ય વીર્ય તથા પાત્રતા શ્રી પ્રભુરૂપ પંચપરમેષ્ટિ ભગવંત તથા ગુરુ પાસેથી વરદાન રૂપે મળે છે. આવું વરદાન મળતાં જીવ એ પરમાણુઓને પોતા તરફ ખેંચે છે.
અમુક માત્રામાં આવો આહાર ગ્રહણ થયા પછી એ પરમાણુઓનું સંક્રમણ કે વિહાર જીવ કરે છે. જેને આપણે વ્યવહારિક ભાષામાં પાચન કહીએ છીએ. વિહારમાં જીવે એ પરમાણુના સ્કંધને યોગ્ય રીતે વિખેરવો પડે છે. એટલે એને સાધુસાધ્વીથી સિધ્ધ સુધીના પાંચ ભાગ બનાવી યોગ્ય રીતે આત્મપ્રદેશ પર વિહાર કરાવે છે. આ રીતે જીવ ભક્તિથી આ ઉચ્ચ પદાર્થને ઓળખી, એના માટે પૂજ્યભાવ તથા આદરભાવ કેળવી એમની યોગ્યતા અનુસાર તેને વિખૂટા પાડે છે કે એકઠા કરે છે. આમ કરવામાં ભક્તિ સાથે જીવે સંજ્ઞાનો ઉપયોગ કરવો રહે છે, જેને શ્રી પ્રભુ વિનય કહે છે. આમ વિહાર માટે જીવે ભક્તિ સાથે વિનયરૂપ ગુણ ભેળવવાનો હોય છે.
ભક્તિ અને વિનય સાથે આજ્ઞાધીન બની જીવે એ પરમાણુને યોગ્ય જગ્યાએ પહોંચાડવાના હોય છે. આમાં વિહાર અને આજ્ઞાનો અમુક ભાગ સહજ હોય છે, અને ભક્તિ, વિનય તથા આજ્ઞાનો અમુક ભાગ પુરુષાર્થરૂપ હોય છે.
વિહાર કર્યા પછી તાત્કાલિક ઉપયોગમાં ન આવે તેવો જે ભાગ બચે છે તેને અને જે ઋણ ગ્રહણ કર્યું છે; એની અમુક અંશે નિવૃત્તિ કરવાના આશયથી જીવ એ પરમાણુનો
૩૧૮