________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
કરીએ તો સમજાય છે કે જેમ જેમ આજ્ઞાપાલન વધતું જાય, સ્વચ્છંદ અને પ્રમાદ ઘટતાં જાય તેમ તેમ જીવ ઊંચા ગુણસ્થાને ચડતો જાય છે. તે આરાધનમાં પ્રમાદનો સંવર (આજ્ઞારૂપી ધર્મનું પાલન) અને પ્રમાદની નિર્જરા (આજ્ઞારૂપી તપનું પાલન) એ બંનેનો સમાવેશ થાય છે.
પ્રમાદ બે પ્રકારે સંભવે છે. આત્માર્થે અને સંસારે. સંસારની સ્પૃહામાં આત્માર્થે પ્રમાદ રહેલો છે અને પરમાર્થની પરિણતિમાં સંસારે પ્રમાદ રહેલો છે. જ્યાં બંનેની થોડી થોડી સ્પૃહાનું મિશ્રણ હોય છે ત્યાં મિશ્ર પ્રકૃતિ બની બંનેનો થોડો થોડો લાભ જીવ મેળવે છે.
પરમાર્થ પ્રમાદ અને સ્વચ્છંદને ખૂબ ગાઢ સંબંધ છે. સ્વચ્છંદ એટલે પોતાની મતિકલ્પનાથી કરેલા સારાસારના નિર્ણયો. આ નિર્ણયોને કારણે જીવ ભૂલથાપ ખાઈ સંસારની શાતામાં અટવાઈ જઈ પ્રમાદ કરી પોતાનો વિકાસ રુંધી નાખે છે. એટલે કે સ્વછંદને કારણે જીવ પ્રમાદનો આશ્રવ કરી આજ્ઞાનાં મહાભ્યને છિન્નભિન્ન કરી નાખે છે. આ અવદશાથી બચવું હોય તો જીવે બારમા ગુણસ્થાનના અંત સુધી આજ્ઞાનું મહાભ્ય જાણી, સમજી, વેદીને શ્રી પુરુષના અવલંબનને સ્વીકારતા રહેવું જોઇએ.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોમાં અરિહંત અને સિદ્ધ પ્રભુ ઘાતકર્મોથી પૂર્ણતાએ મુક્ત હોવાથી ઉત્તમ આજ્ઞાપાલન કરે છે, અપ્રમાદી રહે છે. ત્યારે આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુ-સાધ્વીજીમાં સ્વછંદ અને ઘાતકર્મના પ્રભાવથી ઉત્તરોત્તર પ્રમાદનું બળવાનપણું અને આજ્ઞા આરાધનનું અલ્પપણું જોવામાં આવે છે.
શ્રી પંચપરમેષ્ટિ પદમાં શ્રી અરિહંત અને શ્રી સિદ્ધપ્રભુ પછી આચાર્યજી આવે છે. તેઓ મુખ્યતાએ શ્રી પ્રભુની આજ્ઞા આરાધી પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિનું આત્માર્થે સેવન કરે છે. તેઓ પોતાના શુદ્ધ આચારથી પ્રમાદ તથા સ્વછંદનો નિરોધ (સંવર તથા નિર્જરા) કરી, જીવ સમસ્ત માટે ઉચ્ચ કલ્યાણભાવ વેદી, પ્રભુજીએ પ્રકારેલા કલ્યાણર્માગને પોતાના આચાર દ્વારા જગતજીવો સમક્ષ આદર્શરૂપે રજૂ કરે છે.