________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
૩. આચાર્યજીનો પુરુષાર્થ વીતરાગી રાગી કલ્યાણભાવવાળો હોય છે. તેઓ
ચારિત્રની યથાર્થ ખીલવણી કરીને ધર્મનું પ્રસારણ કરે છે. તેથી તેમના પુરુષાર્થમાં વીતરાગતા, ધર્મલાભનો રાગ, આજ્ઞા તથા કલ્યાણભાવ હોય છે. શ્રી સાધુસાધ્વી તથા ઉપાધ્યાયના પુરુષાર્થમાં કલ્યાણ એ સકામ પુરુષાર્થ છે, તેથી તેમાં કલ્યાણને પહેલાં લીધેલ છે. આચાર્યજીના પુરુષાર્થમાં વીતરાગતા એ મુખ્ય ધ્યેય છે તેથી તેને પહેલાં મૂકેલ છે. આચાર્યજી મુખ્યત્વે વીતરાગતા, આજ્ઞા તથા કલ્યાણના ભાવમાં પુરુષાર્થ કરે છે, અને ધર્મલાભનાં કાર્યોમાં સરાગી હોય છે, ગણધર પ્રભુ આ ધર્મલાભનાં કાર્યોમાં પણ વીતરાગી કે
ઉદાસીન હોય છે. ૪. શ્રી અરિહંત પ્રભુ વિતરાગી કલ્યાણભાવનો પુરુષાર્થ આદરે છે. તેઓ
લગભગ વીતરાગી જ હોય છે, પણ જ્યારે એક સમય માટે તેઓ યોગ સાથે જોડાય છે ત્યારે એ કલ્યાણના ભાવમાં પોતાના પુરુષાર્થને ફોરવે છે. તેથી કહી શકાય કે અરિહંતપ્રભુ વીતરાગતા, આજ્ઞા તથા કલ્યાણના ભાવમાં
પુરુષાર્થ કરે છે.
૫. શ્રી સિદ્ધપ્રભુ માત્ર પરમ વીતરાગતાનો જ પુરુષાર્થ કરે છે. તેઓ તો
વીતરાગી રહી આજ્ઞાને માણે છે. યોગનો અભાવ હોવાથી તેઓ કલ્યાણને સિદ્ધપણે સેવતા નથી.
આ સમજણથી લક્ષ થાય છે કે પંચપરમેષ્ટિ ભગવંતના વ્યક્તિગત પુરુષાર્થમાં કાં કલ્યાણની માત્રા વધારે હોય છે, અને કાં વીતરાગતાની માત્રા વધારે હોય છે. કોઈના પણ પુરુષાર્થમાં આ બંને વચ્ચેનું સમતોલન હોતું નથી, પણ આપણે જાણ્યું તે પ્રમાણે ઉત્તમ પુરુષાર્થને બોધવા માટે કલ્યાણ, આજ્ઞા તથા વીતરાગતાનું સમતોલન અનિવાર્ય છે. આ કાર્ય કેવી રીતે પાર પડે છે? - શ્રી પ્રભુ આપણને જે ૐરૂપે સમજાવે છે તેને શ્રી ગુરુ શબ્દરૂપ આપી આપણા સુધી પહોંચાડે છે. વ્યક્તિગત રીતે સર્વ પરમેષ્ટિના પુરુષાર્થમાં ક્યાંક ને ક્યાંક
૨૯૯