________________
કેવળી પ્રભુનો સાથ
સંજ્ઞા તથા ઇન્દ્રિયોને પ્રવર્તાવી, માત્ર આજ્ઞામાં રહેવાના ભાવને જ ધ્રુવલક્ષ બનાવી, પોતાનાં અભિસંધિજ વીર્યને પ્રવર્તાવે છે. આમ ૐ એ આત્માના ગુણોનો સમુચ્ચય – ભંડાર છે. આ ૐૐ અનન્ય છે, અપૂર્વ છે, અને સહજ તથા સુગમ હોવા છતાં જીવ માટે અટપટો છે. ૐનું મૂળ સ્વરૂપ કેવું છે તે શ્રી પ્રભુનાં પૂર્ણ સૂક્ષ્મ જ્ઞાન દ્વારા શ્રી ગુરુની અનન્ય ભક્તિ તથા આત્માનુબંધી યોગથી સ્થૂળ શબ્દગોચર જ્ઞાન રજુ કરીએ છીએ ....
ૐૐના શુધ્ધ પરમાણુમાં આજ્ઞાનું યોગ્ય પ્રમાણ છે. કલ્યાણભાવનું યોગ્ય પ્રમાણ છે તથા વીતરાગતાનું પણ તેમાં યોગ્ય પ્રમાણ રહેલું છે. કલ્યાણ અને આજ્ઞા અથવા આજ્ઞા અને વીતરાગતા એક સાથે રહે તે તો સમજી શકાય તેમ છે, પણ કલ્યાણ અને વીતરાગતાના સહઅસ્તિત્વમાં વિરોધ જણાય છે, કારણ કે વીતરાગતામાં જીવ મૌન થાય છે અને કલ્યાણભાવમાં જીવ વાચક કે વકતા થાય છે. તો આ બંને વિરોધી જણાતા ભાવો પરમાણુઓના એક જ સ્કંધમાં કેવી રીતે રહી શકે છે? શ્રી પ્રભુનાં પરમ જ્ઞાનદાનના આધારથી શ્રી ગુરુની ચમત્કારિક સ્પૃહા આનાં ભેદરહસ્ય ખોલે છે.
આ બંને ભાવને યોગ્ય સમતોલનથી, યોગ્ય સમયે ઉત્પન્ન કરનાર તથા સુષુપ્ત રીતે સાથે રાખનાર આજ્ઞા છે. આજ્ઞાના આધારથી કલ્યાણ તથા વીતરાગતા સાથે રહે છે. જીવ જ્યારે આજ્ઞા સહિત કલ્યાણ અને આજ્ઞા સહિતની વીતરાગતામાં જાય છે ત્યારે શ્રી પ્રભુ તેની પાસે એક સાનંદ આશ્ચર્યકારક પ્રક્રિયા કરાવે છે. આજ્ઞા સહિતની વીતરાગતા જીવ ત્યારે જ વેદી શકે છે જ્યારે એ જીવ આજ્ઞારૂપી ધર્મમાં લીન હોય છે. અહીં આજ્ઞારૂપી ધર્મ એ કારણ છે (cause) અને વીતરાગતા (જે અપેક્ષાએ આજ્ઞારૂપી તપ છે) તે કાર્ય-ફળ (effect) છે. આ વીતરાગતા (આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ)માં જીવ આજ્ઞારૂપી ધર્મ જાળવવા માટે અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે; ત્યારે વીતરાગતારૂપી આજ્ઞાતપ માટે જીવ વીર્યના અનભિસંધિજ ભાગનો ઉપયોગ કરે છે. આ રીતે જીવનું અભિસંધિજ વીર્ય પૂર્ણતાએ પાંચ મહાવ્રતના સૂક્ષ્મ પાલન સહિત વપરાય છે. જીવ જ્યારે આ વેદનથી બહાર નીકળે છે ત્યારે તેનું સુષુપ્ત
૨૯૬