________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
પોતાનાં અભિસંધિજ વીર્યને મૂળ રસની ઉત્પત્તિ માટે વાપરવું પડતું નથી. પરિણામે તે સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વચ્છેદથી બચી જાય છે, એટલું જ નહિ, પણ તેનું અભિસંધિજ વીર્ય દાનરસને ગ્રહણ કરવા માટે તથા તેનું પરિણમન કરવા વપરાય છે.
જીવ આજ્ઞારસને ગ્રહણ કરી તેનું પરિણમન કરે છે ત્યારે કેવી પ્રક્રિયા થાય છે? શ્રી પ્રભુ એમનાં આંતરજ્ઞાનથી આપણને જણાવે છે કે જ્યારે આ આજ્ઞારસ પૂર્ણરૂપે આવે છે, ત્યારે તેનામાં અગુરુલઘુ ગુણ હોય છે, તેથી આત્માને તેનો ભાર કે હળવાશ લાગતાં નથી. આ સમ સ્થિતિને લીધે જીવ નથી રાગ કરતો કે નથી કેષ કરતો. એ પરમ વીતરાગી બની પરમ વીતરાગ દશામાં આરૂઢ રહે છે. આ કારણે એ જીવ એ સમયે ઉત્તમ સંવર નિર્જરા રૂપ મહાસંવર પૂર્ણતાએ કરે છે. આ પૂર્ણ મહાસંવરના માર્ગથી એ સમયે જીવ પૂર્ણ સંવર કરે છે અને પૂર્ણ નિર્જરા એની દશા પ્રમાણે કરે છે. આ ઉત્તમ મહાસંવર જીવ પરમાણુથી વેગળો રહી, ઉત્કૃષ્ટ વેગથી કરે છે, અને નવા આવતા કર્મને એ ઉત્કૃષ્ટ વેગથી રોકે છે. માટે એના યોગનું વીર્ય માત્ર કલ્યાણનાં પરમાણુને ગ્રહવા તથા કલ્યાણનાં પરમાણુને નિર્જરાવવામાં વપરાય છે. આ સ્થિતિ તથા તેનું વર્ણન અતિગુપ્ત છે. આ સ્થિતિમાં જ્યારે જીવ કલ્યાણને યોગની ઉત્કૃષ્ટતાથી ગ્રહણ કરે છે ત્યારે પૂર્ણ મહાસંવરને લીધે એ કલ્યાણનાં પરમાણુરૂપે નહિ પરંતુ માત્ર આજ્ઞારસરૂપે ગ્રહણ કરે છે. કલ્યાણનાં રહણમાં પરમાણુની ગેરહાજરી હોવાથી અને આજ્ઞારસની મોજુદગી હોવાથી તેની શક્તિ મિશ્ર કલ્યાણનાં સાધન કરતાં અનંતગણી વધે છે. આ કલ્યાણ રસને ગ્રહણ કર્યા પછી, જીવની ઉત્કૃષ્ટ નિર્જરાને કારણે આત્મા પરથી પુદ્ગલનો નીકળવાનો જે વેગ છે તેને લીધે જીવને કલ્યાણની નિર્જરા કરવા માટે આજ્ઞારસને પુદ્ગલમાં પરિણમાવવાનો સમય રહેતો નથી. એટલે તે જીવ કલ્યાણની નિર્જરા માત્ર આજ્ઞારસથી જ કરે છે.
જ્યાં આજ્ઞારસથી નિર્જરા થાય છે ત્યાં નિર્જરા પ્રદેશોદયથી કરવાની અનિવાર્યતા થાય છે. આ કારણથી પૂર્વ સંચિત પુદ્ગલ પરમાણુની નિર્જરા અનંતગણી થાય છે. તેની સાથે સાથે જીવ આજ્ઞારસ પણ કલ્યાણના હેતુથી નિર્જરાવે છે. આ સુંદર અપૂર્વ પ્રક્રિયાથી જ્યારે કર્મ પુદ્ગલ નિઃશેષ થઈને આત્માની બહાર નીકળે છે ત્યારે તે
૨૮૯