________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
હીન પુરુષાર્થી જીવો માટે તમારા ચારિત્રની શુદ્ધિ તથા સિદ્ધિને ઓળખવા, એની વિશાળતાનો આભાસ થવો પણ અસંભવ જણાય છે. તો એવું ચારિત્ર પાળવું તે તો હાથના નાના ખોબામાં મહાસમુદ્રને સમાવવાની ચેષ્ટા કરવા જેવું હાસ્યાસ્પદ લાગે છે, અને નિષ્ફળતા અનુભવાય છે. અહો પ્રાણપ્રભુ! નિત્યનિગોદને નિત્ય માટે છોડાવવાનું પરમ કારણ તમારી શુદ્ધિ અને સિદ્ધિ ઉપરાંત તમારી અપરંપાર કરુણા પણ છે. જેટલા તમે તમારા આત્મા માટે કડક છો, એટલા જ તમે અમારા જેવા હીન આત્મા માટે નરમ-મૃદુ-કોમળ છો. તમે તમારી કડકાઈનું એક બુંદ પણ અમારા પર નાખતાં નથી, બલ્ક જેમ માતાપિતા પોતાનાં નિસહાય બાળક માટે વિશેષ ધ્યાન આપે છે, વધારે પ્રેમ અને સહાનુભૂતિ દાખવે છે, તેનાં કરતાં પણ ઘણાં વિશેષ (જો શબ્દાતીત – શબ્દોથી પર છે) પ્રેમ અને હૂંફ તમે અમ જેવા કર્મથી નિસહાય બનેલા આત્મા પર વહેવડાવો છો. હે પ્રાણાધાર! તમે જ અમારા દાતા છો, જો તમે માર્ગની જાણકારીરૂપ સહાય નહિ આપો તો, અમે અમારા જ હીન વીર્યના કારણે અને સંસારસમુદ્રની વિશાળતાના રાગભાવને કારણે તરવાનું તો બાજુએ રહ્યું, પણ ઉપરની સપાટી સુધી આવવા માટે પણ અમે સમર્થ બનીશું નહિ.”
તો, હે જગદીશ્વર! તમારી ઇશ્વરતા જે તમે અમારામાં ભરવાના છો, તે ઇશ્વરતાનાં બિંદુ સાથે તમે અમારા મેલા આત્મામાં પ્રવેશ કરો; કે જેથી તમારી વિશુદ્ધિ અને શુદ્ધિનાં કિરણો અમારા મેલા આત્માને તમારા જેવો પારસમય બનાવે. નથી અમારી પાસે શબ્દો, નથી ભાવ, નથી વીર્ય, નથી જ્ઞાન, નથી દર્શન કે ચારિત્ર, નથી તપ, નથી શુદ્ધિ, કે નથી સિદ્ધિ. છે તો માત્ર એક શ્રદ્ધા કે અસંભવ લાગતું આ કાર્ય કરાવી તમે અમને પાર ઊતારશો. હે પ્રભુ! અમારી પાસે તમને અર્પણ કરવા માટે તો છે અમારો મેલીઘેલો આત્મા, અને નિત્યનિગોદ, ઇતરનિગોદ તથા ત્રસ નાડીમાં બંધાયેલા તમારી સાથેના શુભ ઋણાનુબંધ. પરમ પરમ કરુણા કરી – અનુગ્રહ કરી, તમે
૨૮૭