________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
એક અરિહંતના આજ્ઞારસના વીર્ય કરતાં બે અરિહંતના આજ્ઞારસના મિશ્રણનું વીર્ય અનંતગણું થાય છે. તેના ઉપર અને નીચે શ્રી સિદ્ધભગવાન માટેના બે પટ્ટા છે. તેની ઉપર નીચે આચાર્યજીના પટ્ટા છે, તે પછી ઉપાધ્યાયજીના પટ્ટા છે અને સૌથી છેલ્લે સાધુસાધ્વીના પટ્ટા છે. આ ચિત્રનું અવલોકન કરતાં સમજાશે કે સાધુસાધ્વીના પટ્ટામાં પરમાણુની સંખ્યા ઓછી અને સ્થળ છે. ઉપાધ્યાયજીના પટ્ટામાં આ પરમાણુની સંખ્યા ઓછી દેખાતી હોવા છતાં વધારે છે, કારણ કે તેનું કદ ઝીણું છે; આનું કારણ એ છે કે સાધુસાધ્વીજી સંવરમાર્ગ કે નિર્જરા માર્ગ પર હોય છે, એટલે પરમાણુનું કદ મોટું હોવા છતાં આજ્ઞારસની માત્રા ઓછી હોય છે, ત્યારે ઉપાધ્યાયજી મહાસંવરના માર્ગમાં હોવાથી તેમના પટ્ટામાં પરમાણુનું કદ સાધુસાધ્વી કરતાં નાનું હોવા છતાં આજ્ઞારસનું પ્રમાણ તથા ઘટ્ટપણું વધારે હોય છે. એ જ રીતે આચાર્યજી સંવર પ્રેરિત મહાસંવર માર્ગમાં આરૂઢ હોય છે, તેથી તેમના પટ્ટામાં પરમાણુની સંખ્યા ઉપાધ્યાયજી કરતાં આછી દેખાતી હોવા છતાં તેમાં આજ્ઞારસનું પ્રમાણ તથા ઘટ્ટપણું વધારે હોય છે.
આ આજ્ઞારસ તથા પરમાણુનું કાર્ય શું છે? અહીં આપણે એ લક્ષ રાખવાનો છે કે આપણે છદ્મસ્થ પરમેષ્ટિ ભગવંતના ભાગનો વિચાર કરીએ છીએ. આજ્ઞારસ એ આત્મપ્રદેશની શુભ તથા શુદ્ધ પરિણતિનો યોગ્ય આહાર છે. જેટલા પ્રમાણમાં આજ્ઞારસ વધારે એટલા પ્રમાણમાં આત્મપ્રદેશને તે ગ્રહવામાં સુલભતા રહે છે. પરમાણુઓને દબાવી, કચડી (crush કરી, તેમાંથી આત્મપ્રદેશે આજ્ઞારસ નીચોવવો પડે છે. સમજવા માટે શેરડીનું ધૂળ ઉદાહરણ લઈ શકાય. શેરડીના સાંઠામાં મીઠો રસ સમાયેલો છે, એ રસને મેળવવા માટે શેરડીને તેને પીલવાના યંત્રમાં નાખી, પીલી રસ કાઢવો પડે છે; અથવા તો જીવે એ શેરડીના ટુકડા કરી, તેને ચાવી એમાંથી રસ ચૂસવો પડે છે. આવી જ પ્રક્રિયા આજ્ઞારસ મેળવવા કલ્યાણનાં પરમાણુની બાબતમાં કરવી પડે છે. કલ્યાણનાં પરમાણુમાંથી રસ મેળવવા જીવ બે પ્રકારે પ્રક્રિયા કરી શકે છે. પહેલી પ્રક્રિયામાં જીવ પ્રત્યેક પરમાણુને એક પછી એક કચડી, તેમાંથી આજ્ઞારસ ચૂસે છે. અને બીજી પ્રક્રિયામાં જીવ પહેલાં બધાં પરમાણુને દબાવી (શેરડી પીલવાના યંત્ર માફક) એમાંથી પૂરેપૂરો આજ્ઞારસ કાઢી, પછી એક ધારાએ એ આજ્ઞારસનું પાન કરે છે.
૨૮૩