________________
ૐ ગમય આણાય, આણાય ગમય ૐ
ભળે છે. આ પરમાણુના અમુક જથ્થાનું ઘટ્ટપણું (concentration) થાય ત્યારે તે ઉપાધ્યાયજી પાસે જાય છે. ઉપાધ્યાયજી તો મહાસંવરના માર્ગમાં હોય છે એટલે એમનાં પરમાણુ ભાવિનયગમનયવાળા મહાસંવરનાં પરમાણુની સાથે સાધુસાધ્વીનાં પરમાણુને આકર્ષે છે. આ પરમાણુઓમાં તે પોતાનાં વર્તમાનનાં મહાસંવરનાં પરમાણુને ભેળવે છે અને સંવરપ્રેરિત મહાસંવરનાં પરમાણુને ભાવિનયગમનયના આધારે ભેળવે છે.
આ રીતે વિશેષ ઘટ્ટ થયેલાં પરમાણુઓ આચાર્યજી પાસે જાય છે. ત્યાં ઉપરની ક્રિયા થવાથી તેમાં સંવર પ્રેરિત મહાસંવરનાં વર્તમાનનાં પરમાણુઓ અને કલ્યાણ પ્રેરિત મહાસંવરનાં પરમાણુઓ ભાવિનયગમનયથી ઉમેરાય છે. એનો યોગ્ય જથ્થો એકઠો થતાં તે પરમાણુઓ અરિહંત પાસે જાય છે. અરિહંત પ્રભુ પાસે કલ્યાણપ્રેરિત મહાસંવરનાં વર્તમાન પરમાણુ અને અરિહંતપ્રભુ પૂર્ણ હોવાને લીધે તેઓ જ્યારે યોગ સાથે જોડાય છે તે વખતે સિદ્ધના આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનાં પરમાણુ લોકમાંથી ખેંચીને પંચપરમેષ્ટિ ભગવંતનાં પરમાણુને પૂર્ણ તથા કેવળ બનાવે છે.
ૐના કલ્યાણના પરમાણુની રચનાની અપૂર્વતા અને અનન્યતા આપણે જાણી. તેની વિશેષતા પણ જાણવા યોગ્ય છે. શ્રી પરમેષ્ટિ ભગવંત લોકલ્યાણના વિભિન્ન ભાવમાં હોવા છતાં, માત્ર એક સનાતન તથા મંગલમય ધર્મનો બોધ એમના કલ્યાણનાં પરમાણુમાં સમાવે છે. પંચપરમેષ્ટિ ભગવંતનો પુગલસ્કંધ પાંચ ઈષ્ટ ભગવાનનાં સંમેલનથી બને છે. એ પરમાણુઓ અત્યંત ઉપકારી અને મંગલમય હોવા છતાં ત્યાં પૂર્ણ પરમેષ્ટિ અને અપૂર્ણ પરમેષ્ટિના મિશ્રણથી એમની લંબાઈ (range) ઘણી મોટી હોય છે. આ કારણથી આ પરમાણુઓ અમુક હદ સુધીની વ્યવહારિક તથા પરમાર્થિક સિદ્ધિનું નિમિત્તકારણ બને છે. પણ જીવને જો માત્ર વ્યવહારિક અથવા તો માત્ર પરમાર્થિક સિદ્ધિ મેળવવી હોય તો આ પંચપરમેષ્ટિ ભગવંતના પરમાણુના ભેદ પડે છે. આ કથનને યોગ્ય રીતે સમજવા માટે આપણે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુનો આકાર સમજવો ઘટે. શ્રી પ્રભુની પરમ કૃપાથી અને આજ્ઞાથી
૨૮૧