________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
રહે છે. આ કાર્ય કરવા તેને આજ્ઞારૂપી ધર્મમાંથી આજ્ઞારૂપી તપમાં સરવું અનિવાર્ય બને છે. આ જીવ જ્યારે આજ્ઞારૂપી તપમાં જાય છે ત્યારે તે બે પ્રક્રિયા કરી શકે છે.
(૧) ભૂતકાળમાં બાંધેલા કર્મના ઉદયને નિઃશેષ કરી, ફરીથી ૐના સાથથી વર્તમાનમાં આજ્ઞારૂપી ધર્મમાં સરે છે. (૨) વર્તમાનની શુદ્ધિ તથા સિદ્ધિના આશયથી જીવ સકામપણે ભવિષ્યનાં શુદ્ધિ તથા સિદ્ધિ વધારવાનો પ્રયત્ન કરે છે. આથી તે ભવિષ્યનાં શુદ્ધિ અને સિદ્ધિને વર્તમાનમાં લાવી, વર્તમાનમાં મળેલાં શુદ્ધિ તથા સિદ્ધિમાં વધારો કરી શકે છે. આ પ્રક્રિયા કરવા માટે તેને ૐની સહાય ખૂબ જરૂરી છે.
આ વિશે વધારે વિચાર કરવા માટે આપણે આજ્ઞા તથા સંજ્ઞા વચ્ચેનો સંબંધ જાણીએ તો ખૂબ સુલભતા થાય.
આજ્ઞા
આજ્ઞા એ મુખ્યત્વે અન્ય આત્માને જીવનાં પાંચ સમવાય તથા ઉદયગત કર્મ અને વર્તમાન શુદ્ધિને અને સિદ્ધિને આધારે આપેલી શિખામણ છે જેથી આત્મા પ્રગતિ કરી શકે છે. આ વચન વિચારતાં સમજાશે કે ‘આજ્ઞા'માં મુખ્યત્વે વર્તમાનકાળનો પુરુષાર્થ છે. આજ્ઞામાં એક સમર્થ આત્માની શિખામણ રહેલી છે. આજ્ઞા લેવા માટે એક ઉચ્ચ દશાવાન આત્મા માટે વિનયભાવ, આદરભાવ, પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા હોવાં જરૂરી છે. જીવ મુખ્યત્વે આજ્ઞાને હ્રદયથી પાળે છે. એટલે આજ્ઞાપાલનમાં જીવની લાગણીનો ફાળો ઘણો મોટો હોય છે. આજ્ઞા પાળવામાં જીવ પોતાની બુદ્ધિનાં વર્ચસ્વને ઉચ્ચ આત્મા પ્રતિની લાગણીથી દબાવે છે, અથવા તેનો ક્ષય કરે છે, આજ્ઞાપાલનમાં જીવ મુખ્યત્વે ૫રમાર્થ લોભ તથા યોગની સહાય લઈ કર્મબંધનના અન્ય કારણોને દબાવે છે, અથવા તો ક્ષય કરે છે.
સંજ્ઞા
સંજ્ઞાથી જીવ ભૂત, વર્તમાન તથા ભવિષ્યનો વિચાર કરી શકે છે. સંજ્ઞાનું ઉપાર્જન ભલે સત્પુરુષના કલ્યાણભાવને આધારે થાય છે, પરંતુ જીવ સંજ્ઞાનો ઉપયોગ
૨૭૩