________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
રૂપે સાથી બની, મહાસમુદ્રની ગહેરાઈ સુધી લઈ જઈ એ ગુપ્ત રહસ્યોરૂપ રત્નોની પ્રાપ્તિ કરાવો છો. તમારા આ કલ્યાણમય સાથને અમે યોગ્યતા અનુસા૨ તથા આજ્ઞાધીનપણે વધારી શકીએ એ જ ભાવના સાથે તમને અહોભાવથી વંદન કરી, આશીર્વાદ માગીએ છીએ.”
આ રીતે ની આજ્ઞા લઈ, એમના જ રહસ્યો જાણવા પ્રયત્ની થઈએ. પોતાના પુરુષાર્થમાં લોક સમસ્તનું કલ્યાણ ઇચ્છનાર પરમ ઉપકારી શ્રી પંચપરમેષ્ટિ ભગવંત ૐમાં સમાય છે. પંચપરમેષ્ટિ ભગવંત આજ્ઞાધીનપણે વર્તે છે તે અપેક્ષાએ તેઓ એક જ છે. બીજી અપેક્ષાએ શ્રી સાધુસાધ્વી, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ પરમેષ્ટિ છદ્મસ્થ છે, તથા શ્રી અરિહંત અને સિદ્ધ પૂર્ણ છે એ અપેક્ષાએ પરમેષ્ટિ ભગવંતના બે ભાગ થાય છે. ત્રીજી અપેક્ષાએ છદ્મસ્થ પરમેષ્ટિનો એક વિભાગ, સયોગી કેવળીનો બીજો વિભાગ અને સિદ્ધ (અયોગી કેવળી) રૂપે ત્રીજો વિભાગ, એમ ત્રણ વિભાગ જોવા મળે છે. ચોથી અપેક્ષાએ સાધુસાધ્વી માત્ર આજ્ઞાનું પાલન કરે છે, એ એક વિભાગ, ઉપાધ્યાય તથા આચાર્ય છદ્મસ્થ રૂપે આજ્ઞા પાળવા ઉપરાંત બીજાને આજ્ઞા બોધે છે એ બીજો વિભાગ, શ્રી અરિહંત સયોગી કેવળી રૂપે પૂર્ણતા પામીને આજ્ઞા પાળે છે તથા બોધે છે, એ ત્રીજો વિભાગ અને શ્રી સિદ્ધપ્રભુ યોગ વગર આજ્ઞા પાળે છે અને બોધે છે, એ ચોથો વિભાગ થાય.
પાંચમી અપેક્ષાએ સાધુસાધ્વી આજ્ઞા પાળે છે એ પહેલો ભાગ, ઉપાધ્યાય છદ્મસ્થ તરીકે આજ્ઞા પાળે છે અને બોધે છે – પરંતુ તે બોધ મુખ્યતાએ વાણી દ્વારા હોય છે એ બીજો ભાગ; આચાર્ય છદ્મસ્થ તરીકે આજ્ઞા પાળે છે અને બોધે છે એ બોધ મુખ્યતાએ વર્તન દ્વારા અપાય છે, એ ત્રીજો ભાગ; શ્રી અરિહંત પૂર્ણતા સાથે અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન સહિત આજ્ઞા પાળે છે અને બોધે છે તેમનું આજ્ઞા બોધવાનું કાર્ય માત્ર ઉદયાધીન હોય છે; તેથી જ્યારે બોધ વર્તન દ્વારા આપવાનો પ્રસંગ હોય ત્યારે એરૂપ તેમનું વર્તન થાય છે, અને જ્યારે બોધ વાણી દ્વારા આપવાનો પ્રસંગ હોય ત્યારે રૂપી વાણી દ્વારા બોધ થાય છે, એ ચોથો ભાગ; શ્રી સિદ્ધ ભગવાન પૂર્ણતા સાથે અર્થાત્ કેવળજ્ઞાન, કેવળદર્શન અને અક્ષય સ્થિતિ સાથે આજ્ઞા
૨૭૧
-