________________
કેવળી પ્રભુનો સાથ
કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં કલ્યાણ પ્રેરિત વીતરાગતા મળે છે, જેમાં પરનું કલ્યાણ એ વીતરાગતામાં રહેવાનો મુખ્ય હેતુ હોય છે, એટલે ઉચ્ચ પરકલ્યાણના ભાવથી જીવ વીતરાગતા વેદે છે.
આજ્ઞાપ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં એ જીવને આજ્ઞા પ્રેરિત વીતરાગતા મળે છે, તેમાં આરાધનનો મુખ્ય હેતુ આજ્ઞા મેળવવામાં તથા પાળવામાં વિશુદ્ધિ વધારવાનો હોય છે. આ વીતરાગતાથી એ જીવ સહજ રીતે સહુ જીવો માટે કલ્યાણભાવ સેવતો જાય છે. અને તે દ્વારા ગુણગ્રાહીપણાનો અઘરો પુરુષાર્થ આદરે છે. આ પુરુષાર્થથી મૈત્રી પ્રેરિત વીતરાગતા આવે છે. તેમાં મહાસંવરના બે સમય વચ્ચે એ જીવને આજ્ઞાના માધ્યમથી ‘અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ મળે છે. જેટલા અંશે તેની મૈત્રી પ્રેરિત વીતરાગતા વધે છે, તેટલા અંશે તે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનના મૂળ હેતુને પ્રાપ્ત કરે છે. તેનાથી તે શ્રેણિનાં અંતરાય તોડી, શ્રેણિની વીતરાગતા અનુભવી, ક્ષપક શ્રેણિએ ચડી, કેવળી બની, સિદ્ધભૂમિને પ્રાપ્ત કરી શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વરૂપી સિદ્ધાત્મા બને છે.
આવી સર્વોત્કૃષ્ટ શુદ્ધિની શ્રી પ્રભુ મને, તમને, જગતના સહુ જીવોને તીવ્ર વેગથી પ્રાપ્તિ કરાવે એ જ અંતરંગની ભાવના છે.
“હે જિન ભગવાન! તમારી કૃપા અનંત અને અપાર છે. તમારું અંતરચારિત્ર અમ જેવા દાસને તમારી ભક્તિ કરવા પરમ પ્રેરણા આપે છે. અહો જિનપ્રભુ! તમારી પાસે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યની સાથે પરમોત્તમ સ્વરૂપની વેદકતા હોવા છતાં, તમે એ સર્વ સિદ્ધિઓની સુખબુદ્ધિમાં ન જતાં, તેનાથી પર રહી, અડોલ, અયોગી, અને બૈલોક્ય પ્રકાશક શ્રી સિદ્ધ પ્રભુના ભક્ત બની, એમની આજ્ઞામાં જ તમારી સર્વ સિદ્ધિઓનું આધિપત્ય સમર્પિત કરો છો. એ પુરુષાર્થ દ્વારા અમને શ્રી સિદ્ધ પ્રભુના, તેમનાં આજ્ઞાધીનપણાનાં તથા સિદ્ધ ભૂમિનાં દર્શન, જ્ઞાન તથા વેદકપણું પ્રાપ્ત કરાવો છો. તે માટે ઉપકાર માનવાના શબ્દો અમને સાવ
૨૬૬