________________
કેવળી પ્રભુનો સાથ
આવતાં તે જીવ પોતાનાં અંતરાય કર્મનો મહદ્ અંશે નાશ કરી શકે છે. અને મોટા જથ્થામાં પરમાર્થ પુણ્ય બાંધે છે. પરંતુ આ માર્ગમાં ચાલતાં જીવમાં ‘સર્વ જીવો આ માર્ગને પામે’ એવી સ્પૃહા સતત વર્તતી રહેતી હોવાથી, તે જીવ સતત ૫૨માર્થ લોભ બાંધતો રહે છે.
આ પરમાર્થ લોભને જીવે જો આજ્ઞાના પુરુષાર્થથી નિયંત્રિત (control) ન કર્યો હોય તો એ જીવને માન, પૂજા, સત્કાર, આદિની ઇચ્છારૂપ માનકષાયમાં જવાનો ઘણો બધો અવકાશ રહે છે, કારણ કે પરમાર્થ લોભની સ્પૃહાથી આહાર અશુદ્ધ થાય છે. જો આમ થાય તો તે જીવ વિહાર તથા નિહારની વિશુદ્ધિને આહારની અશુદ્ધિનાં કારણે જોખમમાં નાખી દે છે.
૮. સંજ્ઞી જીવનું આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું આરાધન
અન્ય જીવોનું કલ્યાણ ઇચ્છવામાં અને કરવામાં જીવને ઘણો ફાયદો થાય છે. પણ તેમાં સ્પૃહારૂપી મહાશત્રુને આજ્ઞારૂપી મહાશસ્ત્રથી પરાજિત કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે, કારણ આજ્ઞા એ વીતરાગતાના કવચથી સ્પૃહાને ઘટાડે છે, પરિણામે તેની કાર્યની શુદ્ધિ સતત થતી જાય છે. આવો ભાવ કરવા માટે જીવને પોતાના આહાર, વિહાર તથા નિહારને પ્રભુને સોંપવાનો આદેશ આજ્ઞારસમાંથી મળતો જાય છે. આજ્ઞારસ એ પ૨ પદાર્થ છે; તેથી ઋણમુક્તિ માટે એ સહુનું કલ્યાણ પણ ઇચ્છે છે. આ કલ્યાણભાવ આજ્ઞાપ્રેરિત હોવાને લીધે નિસ્પૃહતાથી ભરપૂર હોય છે. આ આજ્ઞારૂપી કલ્યાણના ભાવને લીધે એ જીવને એ પ્રકા૨નો આજ્ઞારસ પ્રાપ્ત થાય છે કે જેથી તેની ચારિત્રરૂપી વીતરાગતા વધતી જાય છે.
ઉપરાંત, આ જીવ સ્વ તથા પર બંને કલ્યાણ આજ્ઞાધીન ચારિત્રની વિશુદ્ધિથી
કરતો જાય છે. જ્યારે આજ્ઞા એને સ્વકલ્યાણનો આદેશ આપે ત્યારે તે સ્વકલ્યાણ કરે છે અને પરકલ્યાણનો આદેશ આપે છે ત્યારે એ જીવ પરકલ્યાણ કરે છે. આવો
૨૬૪