________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
વિનયાભાર ગુણ આવતાં, મળેલો આજ્ઞારસ પૂર્વ કર્મ માટે છે, વર્તમાન કર્મ માટે છે કે ભાવિ કર્મ માટે છે તેની પરખશક્તિ તથા સિદ્ધિ તે જીવમાં આવે છે. આ સિદ્ધિથી તેને આજ્ઞામાર્ગનું મહાભ્ય, વિશાળતા, ગંભીરપણું તથા ગુપ્તપણાની અંતરંગ જાણકારી મળે છે. કોઈ પણ આજ્ઞાધીન સદ્ગુરુ પોતાનું મહાભ્ય પ્રકાશતા નથી, તેથી તે જાણવા જીવે પોતે જ પુરુષાર્થ કરવાનો રહે છે. આ જાણકારીથી જીવ સ્વછંદ અને પ્રમાદને ત્યાગતો જાય છે; પોતે પણ વધારે આજ્ઞાધીન થતો જાય છે. અપ્રમાદીપણું આવવાથી તે જીવ સ્થૂળતાએ આજ્ઞાપાલનમાં સ્થિર થાય છે. અને જો તેણે સંસારની સુખબુદ્ધિનો ક્ષય માગ્યો હોય તો, તે જીવ સહજતાએ પરમાર્થ શુદ્ધિ સાથે વ્યવહાર શુદ્ધિ કેળવતો જાય છે. આ બંને પ્રકારની શુદ્ધિ વધવાથી તે વૈરાગ્યમાંથી ઉદાસીનતા અને ઉદાસીનતામાંથી વૈરાગ્ય પ્રેરિત વીતરાગતાનો અનુભવ કરી શકે છે. જીવની વીતરાગતા જેટલી વધારે તેટલા બંધ અલ્પ, અને આજ્ઞારસથી વિહાર કરવાની શક્તિ વિશેષ. સરવાળે તેનો નિહાર પણ શુદ્ધ થાય છે.
નિહારની શુદ્ધિ થતાં જીવ પહેલી જ વાર આહાર તરફ લક્ષ દેવાનો પુરુષાર્થ કરવા પ્રાર્થના કરે છે. વળી તેને વિહાર તથા નિહાર કરવા માટે વારાફરતી મળતા આજ્ઞારસથી થતી પ્રક્રિયાથી આવતી શુદ્ધિ ઓછી લાગે છે. તેથી તે પ્રભુ પાસે ઊંડાણથી પ્રાર્થના કરે છે કે મને બંને પ્રક્રિયા કરવા માટે તીક્ષ્ણતા તથા ઊંડાણ એક સાથે જ આપો કે જેથી એ કળાનો યોગ્ય ઉપયોગ કરી, હું પાંચ સમવાયની ઉત્કૃષ્ટ ઉપાસના દ્વારા સંવર નિર્જરારૂપ વિહાર તથા નિહારને ઉત્કૃષ્ટ રૂપે એક જ સમયે અનુભવી શકું. આ ભાવના સાથે યોગ્ય રીતે પ્રાર્થના કરવાથી જીવ પાંચમા મહાસંવર માર્ગ તરફ આગળ વધે છે. આમ આ માર્ગમાં સ્થિર થવા તથા આગળ વધવા માટે પ્રભુને કરેલી અંતરંગથી પ્રાર્થના જીવને ખૂબ ઉપકારી થાય છે.
૫. સંજ્ઞી જીવનું મહાસંવર માર્ગનું આરાધન
મહાસંવર માર્ગમાં જીવ એક જ સમયે કલ્યાણનાં યોગ્ય પરમાણુઓને ખેંચે છે, એને આજ્ઞારસમાં પરિણમાવે છે, એ આજ્ઞારસ કર્મનાં સંક્રમણ માટે તૈયાર થઈ સંક્રમણ
૨૫૯