________________
કેવળી પ્રભુનો સાથ
અધ્યયનમાં શ્રી મહાવીરસ્વામી પોતાના સુશિષ્ય શ્રી ગૌતમસ્વામીને જુદા જુદા ૩૬ કારણસર સમજાવે છે કે, “સમયે સોયમ્ | મા પમાયણ ' – હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. કારણ કે ઝાડનાં સૂકાં પાન કાળ જતાં ખરી પડે છે, તેમ મનુષ્યજીવન પણ ચાલ્યું જાય છે; ડાભની અણી પર રહેલાં જલબિંદુ જેવું મનુષ્યજીવન ક્ષણિક છે; ઘણાં ઘણાં વિક્નોથી ભરેલાં નાના આયુષ્યમાં પૂર્વે બાંધેલાં અસંખ્ય કર્મો ખપાવવાનાં છે; તમામ જીવોને મનુષ્ય જીવનની પ્રાપ્તિ અતિ અતિ દુર્લભ છે વગેરે વગેરે. વળી કલ્યાણ કરવા માટે, આત્માને જન્મ, જરા તથા મૃત્યુનાં દુ:ખથી છોડાવવા માટે મનુષ્ય જન્મ જેવો બીજો કોઈ જન્મ લાભકારી નથી. તેથી મળેલા મનુષ્યજન્મનો ઉત્તમ લાભ લઈ કલ્યાણ કરી લેવું યોગ્ય છે; એમ પ્રભુએ ત્યાં સમજાવ્યું છે.
નિત્યનિગોદમાંથી નીકળ્યા પછી જીવ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારનાં એકેંદ્રિયપણામાં અનંતકાળ જન્મમરણનાં દુ:ખ વેઠતાં વેઠતાં પસાર કરે છે, તે પછી પુરુષની કૃપા થકી પ્રાપ્ત થયેલાં પુણ્યયોગે જીવ બે ઇન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. બેથી ચાર ઇન્દ્રિયપણે પણ સંખ્યાતકાળનું પરિભ્રમણ કરી, શ્રી સત્પરુષની કૃપા થકી જીવ વિકાસ કરે છે. તે પછી પણ તે જીવ સપુરુષના કપાભાવથી અસંજ્ઞીપણું ત્યાગી સંજ્ઞીપણું પ્રાપ્ત કરે છે. આ સર્વ વિકાસમાં જીવ સપુરુષની કૃપાનાં કારણે પ્રમાદ ત્યાગી વિશેષ ઇન્દ્રિય અને સંજ્ઞા મેળવે છે. તેનામાં સ્વતંત્ર રીતે પ્રમાદનો ત્યાગ કરવાની શક્તિ હોતી નથી. માત્ર તે સંજ્ઞીપણું પ્રાપ્ત કરે તે પછી જ સ્વેચ્છાએ પ્રમાદ ત્યાગની પ્રવૃત્તિ કરી શકે છે. અને તેમાં પણ મનુષ્યરૂપે તે શક્તિ સૌથી વિશેષ પ્રાપ્ત થતી હોવાથી મનુષ્ય જન્મનું કલ્યાણકાર્ય માટે ઘણું ઘણું મહત્ત્વ રહેલું છે એ શ્રી પ્રભુએ સ્પષ્ટ કર્યું છે.
સંજ્ઞીપણું આવ્યા પછી જીવને આત્મકલ્યાણ કરવા માટે માત્ર ૯૦૦ ભવની મર્યાદા છે. આ ૯OO ભવમાં જીવ પોતાનું કલ્યાણ કરી ન લે તો તેને ફરી પાછા અસંજ્ઞી બની કાળચક્રમાં પરિભ્રમણ કરવાનો પ્રસંગ આવે છે. મળેલા ૯૦૦ ભવમાં મોટેભાગે અડધાથી વધારે ભવ જીવ તિર્યંચગતિમાં ગાળે છે, દેવ કે નરક ગતિમાં ગયેલો જીવ એક એક ભવ સુધી જ તેમાં રહે છે, અને મનુષ્યગતિમાં જીવ એકસાથે વધુમાં વધુ