________________
કેવળી પ્રભુનો સાથ
તેને સત્પષ, કલ્પવૃક્ષ સમાન વ્યક્તિમાં પંચપરમેષ્ટિ અથવા ભાવિ પંચપરમેષ્ટિરૂપ સપુરુષની મીઠાશ મહદ્ અંશે અનુભવાય છે, ત્યારે એ જીવ આ દિશામાં પ્રગતિ કરે છે. એ વિરલા જીવોને પંચપરમેષ્ટિ ભગવંતનું સુષુપ્ત આજ્ઞાકવચ મળે છે. આવું આજ્ઞાકવચ જીવને નિયમથી છેલ્લા આવર્તનમાં મળે છે. એટલે કે તેને પ્રત્યેક વિકાસનાં પગથિયે ઉત્તમ પુરુષાથી જીવનું નિમિત્ત મળે છે. ઉદા.ત. ભાવિ તીર્થકરને તેના વિકાસનાં પ્રત્યેક પગલે તીર્થકર અથવા તો જેનું નામકર્મ બંધાઈ ગયું છે તેવા ભાવિ તીર્થકરનું નિમિત્ત આવે છે. અન્ય જીવો પંચપરમેષ્ટિ ભગવંતમાંના કોઈ એક આત્માનું નિમિત્ત પામે છે. તેથી તે જીવ જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે ત્યારે તેને મળેલાં વીર્યને આધારે, અને આજ્ઞાકવચની પ્રાપ્તિના આધારે તે મળેલાં વીર્યનો સદુપયોગ કરતો થાય છે. તેનાં ફળરૂપે તે મળેલાં આજ્ઞાકવચને મજબૂત કરનાર સત્સંવ, સગુરુ, સપુરુષ અને સત્કર્મનો આશ્રય લેતાં શીખે છે, આ આશ્રયથી તે પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ વધારે ગ્રહણ કરી શકે છે. આથી આ જીવ અન્ય જીવો કરતાં અપેક્ષાએ વિશેષ આજ્ઞાધીન થઈ શકે છે. એનાં આવા આજ્ઞાધીનપણાથી એ જીવ વધારે તીક્ષ્ણતાથી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણના પરમાણુઓ ગ્રહણ કરે છે. આ પ્રક્રિયાને શ્રી જ્ઞાની ભગવંતોએ ‘ૐ ગમય આણાય, આણાય ગમય ૐ' તરીકે ઓળખાવી છે. તેનો અર્થ આ પ્રમાણે થાય છે, ‘ૐ રૂપી પંચપરમેષ્ટિ ભગવંત જીવને જે ભાવથી આજ્ઞામાં લઈ જાય છે, એ જ આજ્ઞા એ જીવને ૐ રૂપી પંચપરમેષ્ટિ ભગવંતનો સંપર્ક વધારે શુદ્ધિથી અને શુક્લતાથી કરાવે છે.”
આજ્ઞાધીન પંચપરમેષ્ટિ ભગવંતથી મળેલ આજ્ઞાકવચની સહાયથી જીવ શુદ્ધિ તરફ કેવી રીતે જાય છે, તે સમજવા માટે આપણે પૂર્ણ આજ્ઞાધીન અને અપૂર્ણ આજ્ઞાધીન જીવની કર્મક્ષય કરવાની પ્રકૃતિનો ભેદ જાણવો જરૂરી છે. એ માટે આપણે કર્મપ્રકૃતિનો વિચાર કરવો જોઇએ.
આપણે પૂર્વે જાણ્યું તે પ્રમાણે અંતરાય કર્મ જીવના વિભાવમાં કર્તાપણા સાથે અતૂટ સંબંધ ધરાવે છે. સિદ્ધાંત પ્રમાણે વિભાવ પર્યાયના દરેક સમયે જીવ સાત અથવા આઠ પ્રકારનાં કર્મ બાંધે છે, અને તે પ્રત્યેક સમયે તે જીવ પોતાના કર્તાપણાના
૨૩૬