________________
કેવળી પ્રભુનો સાથ
ઇચ્છે છે. આ ક્રિયા કરવાથી ભક્તમાં બીજો ગુણ પ્રગટ થાય છે – ગુણોના ધારક આત્મા પ્રતિનો સહજ પ્રેમનો આવિર્ભાવ. જે ભક્ત ગુણોનો સાચો રાગી હોય છે તે અન્ય પદાર્થ પ્રતિ સમભાવી અને સમદશ થાય છે, એટલે કે અનન્ય ગુણોના ધારક એવા આત્માના બાહ્ય ઉદયો, બાહ્ય દેખાવો, તેની ભૌતિક સ્થિતિ, બાહ્ય સંજોગો આદિ તેની દૃષ્ટિએ ગૌણ થઈ જાય છે. અને તે આત્માના આંતરિક ગુણો, તે ગુણોને વિકસાવવાની વૃત્તિ, ગુણ ધારણ કરવાની વધતી જતી શક્તિ, સાંસારિક પદાર્થો પ્રતિની તેની નિસ્પૃહતા, શુભાશુભ ઉદયો વચ્ચે તેમનાથી જળવાતી સમપરિણતી આદિ વિશે તે ભક્તનું પ્રધાનપણું થતું જાય છે. ભક્તના ખીલતા આ ગુણને કારણે સહજતાએ તેનો માનભાવ તૂટતો જાય છે. ગુણોની આ લાક્ષણિકતા પર ભાર મૂકાતાં ભક્ત સહજપણે આરાધ્ય પાસે પ્રાર્થના કરે છે. આ પ્રાર્થનામાં તે પોતાનું અલ્પત્વ અને આરાધ્યદેવનું મહત્ત્વ તથા વિશાળત્વ સ્વીકારે છે. આરાધ્યદેવના ગુણોની બહુલતા તથા વિશાળતા જોઈ, અનુભવી ભક્ત એના જેવા પોતાને બનાવવા માટે યાચના કરે છે.
વિવેકપૂર્વક (rationally) વિચારતાં કોઈ પણ જીવને નવાઈ લાગે કે આ ભક્ત પોતાની શક્તિનો પૂરો વિચાર કર્યા વિના, આવા અકથ્ય ગુણોની માંગણી કઈ રીતે કરે છે? આનો ઉત્તર મેળવવા માટે કર્મરચનાની થોડી જાણકારી જરૂરી બને છે.
કોઈ પણ કર્મબંધનના મૂળમાં મુખ્ય અંતરાય કર્મ બંધાય છે, અને એ અંતરાય કર્મ ઉપર મૂળ કર્મ બેસે છે. આ અંતરાય કર્મ તથા મૂળ કર્મ પર સંસારની સુખબુદ્ધિથી બનેલો ધાબળો બેસે છે. અંતરાયનો આ ધાબળો (ગોદડું) થવાનું મૂળ કારણ જીવનું અજ્ઞાન છે. આ બંધારણ – formation સર્વ કર્મને લાગુ પડે છે. તે પરથી આપણને સમજણ મળે છે કે અંતરાય કર્મ તથા સુખબુદ્ધિ એ બીજાં બધાં કર્મનાં આધારરૂપ છે. જ્યારે ભક્ત ગુણોનો રાગી થાય છે ત્યારે તે ગુણાનુરાગીપણાથી સહજતાએ અંતરાય કર્મનું ઉપરનું પડ (layer) અને સુખબુદ્ધિ તોડે છે. આ બંનેની અલ્પતા થતાં જીવને પોતાની આત્મદશા કરતાં વધારે વીર્ય મળે છે. સુખબુદ્ધિ તૂટી હોવાથી તેને મળેલું વીર્ય માત્ર પરમાર્થ માટે વાપરવાની ભાવના થાય છે. એ ભાવ પૂરા કરવા તેની સામે તેના આરાધ્યનું ચિત્ર ખડું થાય છે. તેના આરાધ્યદેવનાં કલ્યાણનાં
૨૩૨