________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
દ્વારા વિનયથી ભરેલા અહોભાવના દ્વિતીય ભાવને અનુભવે છે. આ ભાવથી તેઓ સાધકને યોગ્ય તથા જરૂરી પીઠબળ કલ્યાણભાવના દાન દ્વારા આપે છે. તેઓ બાહ્ય અથવા આંતરશૈલીથી અગર ઉભય રીતે આ દાન આપે છે. આ પ્રક્રિયા ઉત્તરોત્તર વધતાં વધતાં શુદ્ધિની પ્રથમ ભૂમિકાથી શરૂ કરી, શુદ્ધિની અંતિમ ભૂમિકામાં સ્થિર બને છે. તેથી વિનય અને અહોભાવરૂપ આભારના સંગમથી ભક્તિ એ પરમ ભક્તિ અને પરાભક્તિની જનની તથા પાલનહારી બને છે. આ વિનય તથા આભારના ભાવથી સાધક, આરાધ્યદેવ તેમજ ગુરુને શું લાભ થાય છે?
સાધક જ્યારે વિનયાભારના ભાવથી ભક્તિ અનુભવે છે, ત્યારે તે જીવ વિનયથી મોહરૂપી મહાશત્રુની ભયંકર પ્રકૃતિરૂપ દર્શનમોહ તથા ચારિત્રમોહની અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, તથા પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ અને તેને લગતાં સર્વ અંતરાય કર્મને સંવર, નિર્જરા અથવા મહાસંવરના માધ્યમથી નિ:શેષ કરે છે. આભારના સાધનથી તે જીવ સંસારસ્પૃહા અને સુખબુદ્ધિનો ક્ષય કરવાનો ઉદ્યમ કરે છે; તે ઉદ્યમથી સંજ્વલન કષાય તથા જ્ઞાનાવરણ તેમજ દર્શનાવરણ કર્મને નિઃશેષ કરવા સંવર, નિર્જરા અથવા મહાસંવરના માર્ગનો તે ઉપયોગ કરે છે. આમ તે જીવ ધારે તો વિનયાભારવાળી ભક્તિથી મોહ પછી સુખબુદ્ધિનો નાશ અથવા સુખબુદ્ધિ પછી મોહનો નાશ કરી શકે છે. અથવા તો બંનેનો સાથે સાથે ક્ષય કરતો જાય છે. સાધકની ભક્તિની શુદ્ધિ જેટલી વધારે હોય તેટલી વિશેષ તીક્ષ્ણતાથી તે સુખબુદ્ધિ અને મોહનો સમાંતર કે વધારે ક્ષયોપશમ કરે છે.
આરાધ્ય ગુરુ ભક્તિમાર્ગમાં પહેલા આભાર માને છે, તેથી તેમની સુખબુદ્ધિનો ક્ષય વહેલો થાય છે. આને કારણે સાધકની પાત્રતા પ્રમાણે તેને જ્ઞાન આપવાનો ઉઘાડ અને જ્ઞાન આપવાની આજ્ઞા ગુરુને મળે છે. ગુરુ તેના શિષ્યને જ્ઞાન તથા કલ્યાણભાવનું દાન આપે છે. એ દાન મેળવી સાધક જ્યારે ગુરુનો આભાર માને છે ત્યારે ગુરુ પરમ વિનયનો સહારો લઈ, વીતરાગતાના તાણેવાણે ચડતા ક્રમમાં સ્થિર થાય છે. જેટલી સાધકની શુદ્ધિ અને ઉપયોગની તીક્ષ્ણતા વધારે તેટલો વધારે ઉઘાડ ગુરુનો થાય છે. કારણ કે અપાત્રે દાન કરવાની આજ્ઞા, આજ્ઞાધીન ગુરુને મળતી
૨૨૫