________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
માર્ગમાં રહેલા જ્ઞાની મહાત્માઓ એક જ કલ્યાણનાં પરમાણુમાં ઘણી સૂક્ષ્મતાએ વીતરાગનો બોધ ઉમેરી શકે છે, જેથી તે કલ્યાણનાં પરમાણુઓ કર્મના મોટા થરની વચ્ચેથી પણ પસાર થઈને આત્મપ્રદેશ સુધી પહોંચી શકે છે, અને પોતાનું કાર્ય કરી શકે છે.
દેહાત્માની ભિન્નતાના અનુભવની અર્થાત્ શૂન્યતાની પાંચ મિનિટે પહોંચ્યા પછી સાધકની શક્તિ અને શુદ્ધિ એટલાં વધ્યાં હોય છે કે એ સર્વ સપુરુષોના સંવરમાર્ગ, નિર્જરા માર્ગ, સંવર પ્રેરિત નિર્જરા માર્ગ, નિર્જરા પ્રેરિત સંવર માર્ગ કે મહાસંવર માર્ગના સર્વ પ્રકારમાં ચાલતા જ્ઞાનીઓનો પ્રત્યક્ષ સાથ લેવાને પાત્ર બને છે. બીજી રીતે કહીએ તો તે સાધક થોડા સાથથી મહા પુરુષાર્થ કરી શકે એવા સક્ષમ બની જાય છે, સ્વતંત્ર પુરુષાર્થ કરવાની શક્તિ પ્રગટાવે છે.
શૂન્યતાની પાંચ મિનિટે પહોંચ્યા પછી, જીવને સત્પષના પ્રત્યક્ષ સાથથી પ્રત્યક્ષ સદ્ગુરુનો ભેટો જલદીથી થાય છે, તેથી એ જીવને બાહ્ય અને આંતરશૈલી દ્વારા પોતાના પ્રત્યક્ષ સગુનો સાથ મળે છે. તેનાથી તેને સમ્યક્ત પ્રાપ્તિનો લાભ મળે છે. ક્ષયોપશમ સમકિત લીધા પછી તેને પોતાના ગુરુ મારફત સર્વ સગુનો સાથ મળે છે (પ્રત્યક્ષ તથા પરોક્ષ બંને રીતે). એમાંથી વિકાસ કરી તે જીવ સર્વ સપુરુષ, પંચપરમેષ્ટિ ભગવંત, સર્વ પંચપરમેષ્ટિ અને પૂર્ણ પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ મેળવવા સભાગી થાય છે. આ સાથથી તે જીવ ઋણથી મુક્ત થવા સુધીનો પુરુષાર્થ કરી શકે છે. આમ વીતરાગનો બોધ જીવને નિત્યનિગોદથી શરૂ કરી પૂર્ણ શુધ્ધ થવા સુધીનો વિકાસ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
વીતરાગનો બોધ ગ્રહણ કરવા માટે જોઇતી પાત્રતા વીતરાગનો બોધ જીવના વિકાસ માટે કેવી નોંધનીય ફાળો આપે છે તે આપણે જોયું. આ થઈ દાતાનાં કાર્યની અપેક્ષા. દાતા દાન તો આપે છે, પણ સર્વ જીવ એ દાન સ્વીકારતા નથી અથવા તો સ્વીકારી શકતા નથી. એ પરથી સમજાય છે કે જીવને દાતાર પાસેથી દાન લેવા – મેળવવા માટે અમુક પાત્રતા કેળવવી પડે છે. આ પાત્રતા
૨૨૩