________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
પાસેથી કલ્યાણનાં પરમાણુની પ્રાપ્તિ વધારે થઈ શકે, અને તે પ્રમાણમાં કલ્યાણ તથા કાર્યસિદ્ધિની સંભાવના વિશેષ થાય છે. દાતારની શુદ્ધિ જેટલી ઓછી હોય, તે ઓછપને પૂરી કરવા, તેટલી વાર્તાલાપના માધ્યમની જરૂરિયાત કાર્યસિદ્ધિ કરવા માટે વધારે રહે છે. વળી, જેમ જેમ ઇચ્છુકની પાત્રતા તથા શુદ્ધિ વધતાં જાય છે, તેમ તેમ એ કલ્યાણનાં પરમાણુઓને મોટી ને મોટી સંખ્યામાં ખેંચતો જાય છે. પરિણામે એમાંથી આગળ વધવા માટેનું એનું વાર્તાલાપનું માધ્યમ ઘડાતું જાય છે.
આ ઉપરાંત બીજી એ વાત સમજાય છે કે યાચકને દાતારનો સાથ બે પ્રકારે મળે છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ સાથ આપનાર દાતારે દાન આપવા માટે સાનુકૂળ સંજોગોમાં આવવું પડે છે. સાનુકૂળ સંજોગ એટલે દાતારને એ ઇચ્છુક કે યાચક માટે કલ્યાણના ભાવ ઉપજવા જોઇએ અથવા તો તેની પૂર્વસંચિત કલ્યાણભાવની નિર્જરા અથે ઇચ્છુક યા યાચક માટે કલ્યાણભાવ વેદાવા જોઈએ. પ્રત્યક્ષ સાથમાં વીતરાગનો બોધરસ એ પરમાણુઓમાં અંતર્મુહૂર્ત કાળ સુધી હોય છે. નિશ્ચયનયથી એ કાળમાં ગ્રહણ કરેલો બોધરસ પ્રત્યક્ષ સાથે કહેવાય છે. આ જ વીતરાગરસ કે બોધરસને પરમાણુઓમાં રહ્યા રહ્યા બે ઘડીથી વધારે સમય થાય છે ત્યારે તે રસ સુષુપ્ત બને છે. અને ત્યારથી તેનાથી મળતો સાથ સુષુપ્ત બને છે. આ બોધરસને ફરીથી સક્રિય કરવા માટે જીવે પોતે પુરુષાર્થ કરવાનો રહે છે.
જીવ કેવળીગમ્ય પ્રદેશોની સ્થાપના કર્યા પછી શ્રી કેવળી પ્રભુનો સાથ લે છે ત્યારે તેને પ્રત્યક્ષ સાથનો યોગ વધતો જાય છે. કેવળ પ્રભુનો સાથ એટલે શું?
શ્રી કેવળીપ્રભુ પોતાનાં ઘણાં ઘણાં ગુણો તથા લક્ષણોથી ઓળખાય છે. તેમાંય તેમની અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ હોવા છતાં જે તેમની પરમોત્તમ વીતરાગતા છે એ તેમનું મૂળ અને અભુત લક્ષણ છે. આ વીતરાગતામાં શ્રી કેવળ પ્રભુ સંપૂર્ણ સંવર કરે છે અને સાથે સાથે સકામ નિર્જરા પણ કરે છે. જેને તત્ત્વજ્ઞાનીઓ ‘મહાસંવર માર્ગ' તરીકે ઓળખાવે છે. આ માર્ગમાં રાચતા મહાત્માઓ પ્રત્યક્ષ સાથ આપી શકવાની સમર્થતા ધરાવતા હોય છે. તેથી આઠ સમયથી વધારે ભિન્નતાની આરાધનામાં મહાસંવરમાં રાચતા જ્ઞાનીઓ માટે પ્રત્યક્ષ સાથ નોંધાયો છે.
૨૨૧