________________
કેવળી પ્રભુનો સાથ
સ્વભાવને માણે છે. તેથી શ્રી અરિહંત પ્રભુએ આ માર્ગને શ્રેષ્ઠ કહ્યો છે. તેમ છતાં જીવના વિભાવની તરતમતા અને પુરુષાર્થની તીવ્રતા કે મંદતાના આધારે વિકાસ જારી રાખવા બીજા સાત માર્ગ પણ પ્રરૂપ્યા છે. આ માર્ગોમાં મુખ્યતાએ સંવર તથા નિર્જરા ક્યા પ્રકારે અને કઈ માત્રામાં થાય છે તેને આધારે તેનો પ્રકાર નક્કી થાય છે. સંવર કરવા કરતાં નિર્જરા ક૨વી જીવને સહેલી પડે છે, અથવા નિર્જરા કરવા કરતાં સંવર ક૨વો જીવને કઠણ પડે છે.
નિર્જરા કરવા કરતાં સંવ૨ ક૨વો જીવને કેમ કઠણ લાગે છે તે સમજવા યોગ્ય છે. આપણા સહુનો અનુભવ છે કે બાળપણમાં શીખેલું આપણને મોટા થતાં સુધી યાદ રહે છે. પણ મોટા થયા પછી શીખેલું યાદ રાખવામાં આપણને વધારે મહેનત પડે છે. તેમાં વીર્ય વધારે વાપરવું પડે છે. આ ઉદાહરણ સમજવાથી જીવને સંવ૨ ક૨વો કેમ વધારે કઠણ લાગે છે તે સ્પષ્ટ થશે.
જીવ નિર્જરા પૂર્વ કર્મની કરે છે. તે પૂર્વકર્મો તેણે સંજ્ઞીપણામાં કે અસંજ્ઞીપણામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભાવથી બાંધ્યા હોય છે. તે જીવ જેમ જેમ આત્મિક પ્રગતિ કરે છે તેમ તેમ તેની યોગની શક્તિ વધતી જાય છે. આથી જીવ તેની શુદ્ધિના આધારે એક સમયમાં તેના પુરુષાર્થના અનુસંધાનમાં સહજપણે વધારે કર્મની નિર્જરા કરી શકે છે. આ કારણે તેને જેટલો સમય આશ્રવ કરતાં લાગે છે, એટલો સમય આત્મિક પ્રગતિ કર્યા પછી નિર્જરા કરતાં લાગતો નથી. આનાથી ઉલટું જીવ જ્યારે વર્તમાનકાળમાં વિભાવમાં જાય છે ત્યારે તેની યોગની શક્તિ તો એટલી જ હોય છે; આથી નવો કર્માશ્રવ ક૨વામાં પૂર્ણ શક્તિ વપરાતી હોય છે. આ જીવને એ વખતે થતો કર્માશ્રવ જો રોકવો હોય તો, તેની યોગશક્તિ એટલી જ હોવાથી, તેણે વિભાવથી પરિણમતા આશ્રવને રોકવા માટે વિભાવથી મુક્ત થઈ, યોગની એ શક્તિને કર્મને રોકવા માટે વાપરવી પડે છે. આને ઉદાહરણથી સમજીએ.
;
ધારોકે એક જીવે અસંજ્ઞીપણામાં એક લાખ કર્મપરમાણુઓનો પ્રતિ સમય દશ પરમાણુ લેખે આશ્રવ કર્યો હોય છે, એટલે કે તેણે એક લાખ કર્મપરમાણુઓ આશ્રવતાં દશ હજા૨ સમય વાપર્યા હોય છે. તે પછી સંજ્ઞીપણું આવતાં તેની યોગની શક્તિ
૨૧૦