________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
મનોયોગ, વચનયોગ અને કાયયોગ એ ત્રણ યોગમાં મનોયોગ સહુથી બળવાન યોગ છે, એટલે સંજ્ઞા આવતાં જીવ નિમિત્તથી પર બની સ્વાધીનપણે ભાવ કરતાં શીખે છે. આ ભાવ સારા કે નરસા હોઈ શકે છે, પણ તે ભાવ આત્માના સ્વતંત્ર ભાવ હોય છે.
અસંજ્ઞી જીવોમાં મનોયોગ પૂરેપૂરો વિકસિત હોતો નથી, એટલે જીવને પોતાના ભાવ વેદવા માટે શિથિલ મનોયોગ, વચનયોગ અને કાયયોગથી ચલાવવું પડે છે. આ શિથિલ યોગ જીવને નિમિત્તાધીન ભાવવાળો બનાવે છે. જીવ જેમ જેમ વિકાસ કરતો જાય છે તેમ તેમ તેના યોગ વિશેષ બળવાન થતા જાય છે, અને જ્યારે તે સંજ્ઞા મેળવે છે ત્યારે તે કર્મબંધનનાં અન્ય ચાર કારણો વેદવા માટે પૂર્ણતાએ સ્વતંત્ર તેમજ સ્વાધીન થાય છે.
એકેંદ્રિયપણામાં જીવ મુખ્યતાએ કર્મ વેદે છે. ઘણી ઘણી અલ્પતાએ (નાની સંખ્યામાં) એ કર્મબંધ કરે છે; આનું કારણ એ છે કે એ સ્થિતિમાં એ જીવનાં કર્મો એટલાં ભારે હોય છે કે એક માત્ર સ્પર્શેન્દ્રિય સિવાયની તેની બાકીની ચારે ઇન્દ્રિયો અવરાયેલી હોય છે. તેથી નવાં ઝાઝાં કર્મો બાંધવા માટે તેને લોભાદિ કષાય, રાગદ્વેષ, આદિ વેદવાનો અવકાશ કે સાધનો મળતાં નથી. પરિણામે જીવ એકેંદ્રિયપણામાં મુખ્યતાએ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયને ભોગવીને નિર્જરાવે છે. અને તેનાં પ્રમાણમાં નહિવત્ નવાં કર્મો બાંધે છે. આ પ્રકારની સર્વ અસુવિધાઓને કારણે એકેંદ્રિય જીવોને કર્મ ભોગવવા માટે માત્ર કાળ જ સહાયરૂપ થાય છે. અન્ય પંચાસ્તિકાય તેને પરોક્ષ સાથ આપે છે. ઉદયકાળ અને સંજ્ઞીપંચેન્દ્રિય (જીવ) નું નિમિત્ત એ બે જ પદાર્થો કર્મની નિર્જરા કરવા માટે તે જીવને સહાય કરે છે, વળી તે સર્વ ભોગવવા માટે તેની પાસે એક કાયયોગ જ કાર્યકારી હોય છે. પુદ્ગલનો સ્પર્શગુણ તેને માત્ર પરોક્ષ સાથ આપે છે. આ કારણથી જીવ એકેંદ્રિયપણામાં અનંતકાળ સુધી રહે છે. જ્યારે આ જીવ સપુરુષાદિ પંચપરમેષ્ટિ ભગવંતના વીતરાગી સાથથી (અહીં વીતરાગી સાથ એટલે સપુરુષોએ નિસ્પૃહભાવથી આપેલો કલ્યાણભાવવાળો સાથ એમ સમજવું) બે ઇન્દ્રિય પ્રાપ્ત કરે છે. એ જીવ જો બળવાન અશુભભાવી જીવના સંપર્કમાં રહે તો તેનું જેટલું
૧૯૭.