________________
પ્રાકથન
સમજ એકત્ર થઈ. પણ આ બધું પ્રભુએ જ આપ્યું હોવાથી તેમાંથી કોઈ માનભાવ ઉત્પન્ન થયો ન હતો.
ભક્તામર સ્તોત્રની સમજ પૂરી થતાં શ્રી સિદ્ધસેન દિવાકર રચિત કલ્યાણ મંદિર સ્તોત્રની સમજણ લેવાની તથા ભક્તામરનું ઊંડાણ વ્યક્ત કરતું લખાણ કરવાની આજ્ઞા આવી. મને વર્તતી દિવસભરની પ્રવૃત્તિમાં લખાણ કરવું શક્ય જણાતું ન હતું, તેથી સમય આપવા માટે પ્રભુને વિનવવાની શરૂઆત કરી. “હે પ્રભુ! તમે મને આજ્ઞા આપી છે, તો તમે જ તેનું પાલન કરાવો.” એમાંથી મને સૂઝી આવ્યું કે ઓફિસમાં બપોરે એક થી બેનો સમય લંચ માટે હોય છે તેનો સદુપયોગ કરું તો લખાણ થઈ શકે, આથી મેં સવારે જમીને ઓફિસે જવાનું શરૂ કર્યું, અને બપોરના દૂધ તથા બે રોટલી નાસ્તા માટે લઈ જવાનું રાખ્યું. આટલું ખાતાં પાંચ મિનિટથી વધારે સમય લાગે નહિ એટલે લગભગ પંચાવન મિનિટ લખવા માટે મને મળી શકે તેમ હતું. તેમ કરવાથી લખતી વખતે મને એવા અભુત અનુભવ થતા કે હૃદય આનંદથી ભરાઈ જતું.
બપોરના એકથી બેના સમયમાં ખાવાનું પૂરું થાય કે તરત જ અંદરમાં વાક્યની વણઝાર શરૂ થઈ જતી. એટલે મારે તો શ્રુતલેખન કરતી હોઉં, તેવું જ કાર્ય કરવાનું હતું. ઘડિયાળમાં જ્યાં બે થાય કે તરત જ ધ્વનિ બંધ થઈ જાય. ઘણીવાર અડધા વાક્ય કે અડધા શબ્દ પણ લખાણ પૂરું કરવું પડતું. એ શબ્દ કે વાક્ય પૂરું કરવા મથામણ કરું તો પણ પૂરું કરી શકાતું નહિ, કેમકે ઓફિસનાં કામનો સમય પરમાર્થ માટે ન વાપરવો તેવી વ્યવહારશુદ્ધિ મારે જાળવવાની હતી. બીજા દિવસે સમય થતાં મેં જ્યાં વાક્ય કે શબ્દ અધૂરો રાખ્યો હોય ત્યાંથી આગળ વધી તે પૂરું થતું અને વચનાવલિ એકધારી આગળ વધતી, અને કોઈ પ્રકારની અધૂરપ ન જણાય એવો અનુભવ લખાણ પૂરું ન થયું ત્યાં સુધી થયા કર્યો. આમ કેવી રીતે બનતું હતું તે ત્યારે સમજાયું ન હતું, પણ હવે તે સમજાય છે કે એ ૐ સ્વરૂપ પ્રભુની આજ્ઞા હતી, એ આજ્ઞાને સમજીને મારો જીવ પાળતો ગયો હતો તેથી વાંચનના બોધમાં તથા
xxi