________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
પુરુષાર્થથી કરેલી સકામ નિર્જરા' કહી શકીએ. આ પ્રક્રિયાને જ્યારે આપણે વિસ્તારથી વિચારીએ ત્યારે સમજાય છે કે, જીવ ઘણીવાર સકામ પુરુષાર્થથી સકામ નિર્જરા અને અકામ પુરુષાર્થથી અકામ નિર્જરા પણ કરી શકે છે. પુરુષાર્થ તથા વીર્ય ઉપાર્જનની તરતમતા અનુસાર, તથા તેના વિવિધ ગુણક (Permutations and Combinations) થી જીવ સકામ અને અકામ પુરુષાર્થનાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ તેમજ ધ્યાનનાં અંતરાય તોડે છે. આ સકામ – અકામ પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ તથા ધ્યાનની તરતમતા પ્રમાણે આત્મિક શુદ્ધિ કરવા માટેના આઠ માર્ગ શ્રી જિનપ્રભુએ આપણને સમજાવ્યા છે. તે આઠ માર્ગ આ પ્રમાણે છે
૧. સંવર માર્ગ
૨. નિર્જરા માર્ગ
૩. સંવર પ્રેરિત નિર્જરા માર્ગ
૪. નિર્જરા પ્રેરિત સંવર માર્ગ
-
૫.
૬.
૭.
૮.
૧૮૩
—
આ પ્રત્યેક માર્ગને અપૂર્વ લાક્ષણિકતા છે; કારણ કે આ માર્ગોનું સર્જન જુદા જુદા પ્રમાણનાં અભિસંધિજ વીર્ય અને અનભિસંધિજ વીર્યનાં પ્રતાપે ઉપાર્જન થતાં ભિન્ન ભિન્ન સકામ અકામ પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ તથા ધ્યાનનાં કારણથી
થાય છે.
આ આઠ માર્ગ આઠ કર્મની પ્રકૃતિ, સ્થિતિ તથા અનુભાગને લક્ષમાં રાખીને સર્જાયા છે. ઉદા.ત. આયુષ્ય કર્મનો ક્યારેય સંવર થઈ શકતો નથી, તેની તો માત્ર નિર્જરા જ થાય છે. આ કારણે આ કર્મને વેદવા માટે જીવે માત્ર નિર્જરા માર્ગ જ અપનાવવો પડે. અન્ય કર્મોની સ્થિતિ અનુસાર અન્ય માર્ગ તે સાથે ભળી શકે. આ વિશેની વિચારણા જોઇએ તેટલી સહેલી નથી, કારણ કે કર્મ ક્યારેય એક એક કરીને ઉદયમાં આવતાં નથી. આઠે કર્મો સમૂહરૂપે ઉદિત થાય છે અને ભોગવાય છે. વળી, કર્મની પ્રકૃતિ, પ્રદેશ, રસ અને સ્થિતિની માત્રા પર આધારિત તેનાં અનંત ભાંગા
મહાસંવર માર્ગ
સંવર પ્રેરિત મહાસંવર માર્ગ
કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ
આજ્ઞામાર્ગ પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ