________________
પ્રાકથન
તેમજ પંચપરમેષ્ટિ ભગવંતની કૃપાનો અવર્ણનીય ઉપકાર અનુભવ્યો હતો. તેનો સ્વીકાર કરતાં આજે પણ હું ખૂબ ધન્યતા અનુભવું છું. ઇ. સ. ૧૯૭૭માં બનેલા આ પ્રસંગનું ઊંડાણ એ વખતે સ્પષ્ટ ન હતું. પણ પછીથી તે ઊંડાણ અને પ્રભુની કૃપા સમજાયા પછી એ ખુલાસો રજૂ કરવાની ભાવનાને હું રોકતી નથી, અને તેમ કરવા માટે પ્રભુની અનુમતિ મળી હોવાથી મારું હૃદય ખૂબ પુલકિત થઈ ઊઠયું છે.
પ્રત્યેક વાંચન વખતે શ્રી રાજપ્રભુ દોરવણી આપી મને દોરતા હતા. હું તેમની અનુજ્ઞા અનુસાર કર્તાભાવ અને માનભાવ રહિત બની, હું પ્રભુનો બોધ ઝીલું છું એ ભાવથી તેમનાં માર્ગદર્શનને સ્વીકારી, આવેલા મુમુક્ષુઓ પ્રતિ મને મળતો બોધ રજૂ કરતી હતી. પ્રત્યેક ગુરુવારે બનતી આ ઘટના વિશે વિચારતાં સમજાયું કે રાજપ્રભુની આજ્ઞામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની અર્થાત્ ૐની આજ્ઞા કેવી રીતે સમાઈ જતી હતી. તેમાં ઓતપ્રોત થવાથી સહજપણે એ આજ્ઞા મારા જીવથી સમજી શકાતી હતી, અને તેનું પાલન કરતાં કરતાં ૐના પ્રસાદથી એ સમજ વાણીમાં રૂપાંતર પામી બોધરૂપે પ્રગટ થતી જતી હતી. તેની સાથે ધર્મના ગૂઢ સિધ્ધાંતો આજ્ઞાપાલન કરવાથી વાંચન દ્વારા સહજપણે સ્કૂટ થતા જતા હતા. આવો અનુભવ મારા ઉપરાંત નિકટવર્તી અનેક જીવોને પણ થતો હતો. આજ્ઞાપાલનની મારી શુદ્ધિ જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ વાણી ઉપરાંત લેખનકાર્યથી પણ ભેદજ્ઞાન રજૂ કરવાનું શરૂ થયું. એનું એક ઉદાહરણ જણાવું છું.
ઇ. સ. ૧૯૭૧ના પર્યુષણ માટે અમે ઘરના સભ્યોએ નિર્ણય કર્યો કે આ વખતે પર્યુષણમાં રોજ રાતના આપણે દરેકે એક પ્રશ્ન વિચારી તેનો ઉત્તર શોધવો, અને જ્યાં સુધી ઉત્તર મળે નહિ ત્યાં સુધી સૂવું નહિ. નક્કી તો કર્યું, પણ મારા મનમાં કોઈ પ્રશ્ન જ ઉભવતો ન હતો. મારી મુંઝવણ વધતી જતી હતી, કેમકે ઓફિસ તેમજ ઘરનું કામ અને ઉપરાંતમાં પ્રશ્ન તથા તેનો ઉત્તર મેળવવાનો પુરુષાર્થ કરવાનો હતો. બધાનો તાલમેલ મેળવવો મુશ્કેલ લાગતો હતો. પરિણામે પુરાણા
xix