________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
કર્મને રોકવામાં આવે છે એવા સંવરમાં શાંતિ કેવી રીતે સંભવી શકે? વળી કર્મ પુદ્ગલો જે પરપદાર્થ છે, જીવને ભારરૂપ છે તેની વિચારણામાં આનંદ ક્યાંથી હોઈ શકે?
શ્રી ગુરુ આજ્ઞા પ્રેરિત જિનદાનના પ્રતાપે તેનું રહસ્ય આપણી પાસે પ્રગટ થાય છે. મહાસંવરના માર્ગમાં નવાં આવતાં કર્મોને રોકવાની અને પૂર્વ કર્મોની નિર્જરા કરવાની પ્રક્રિયા એક જ સાથે થતી હોવા છતાં તેનાં બે ભાગ થાય છે.
૧. કર્મના લક્ષે વર્તવાથી આવતો નકારાત્મક વલણવાળો માર્ગ. ૨. સ્વભાવના લક્ષથી વર્તવામાં આવતો હકારાત્મક ભાવવાળો માર્ગ.
પહેલા પ્રકારમાં જીવ કર્મના નકારને પ્રાધાન્ય આપી તેની સ્પૃહા રાખે છે. તે જીવ સાતમા ગુણસ્થાનના ઉચ્ચ મધ્યભાગ સુધી (૩૫ મિનિટે પહોંચવા સુધી) મહાસંવરના માર્ગને સારી રીતે આચરી શકે છે. આવો જીવ શુકુલધ્યાનમાં જાય ત્યારે અશાતાવેદનીય કર્મનો નકાર કરે છે, પણ શાતાવેદનીયકર્મનો એ જ ઉત્સાહથી નકાર કરી શકતો નથી. પરિણામે તે સમયે તે શાતાવેદનીય કર્મના જથ્થાને વધારતો જાય છે. અને તેનાં ફળરૂપે તે દેવલોકનું આયુષ્ય બાંધી બેસે છે, જેનું ઉત્કૃષ્ટપણું સર્વાર્થસિદ્ધ વિમાનના તંત્રીસ સાગરોપમના આયુષ્યમાં આવે છે.
એથી વિરુધ્ધ, જીવ જ્યારે સ્વભાવના ગુણના લક્ષથી હકારાત્મક ભાવથી મહાસંવરના માર્ગને આરાધે છે ત્યારે તે શુદ્ધ સ્વભાવની સ્પૃહા રાખતો હોવાથી, તે અંતરંગથી પાંચ મહાવ્રતનું પાલન સૂમપણે કરે છે, આવા પાલનથી જીવ કર્મ તરફ નિસ્પૃહ થતો જાય છે, અને ધર્મધ્યાન તથા શુકુલધ્યાનમાં મહાસંવરના માર્ગને તે પૂર્ણ આજ્ઞાથી પાળી શકે છે, પરિણામે તે શાતા તથા અશાતાનાં કર્મોને સમાન ઉત્સાહથી હણતો જાય છે. તે સંવર તથા નિર્જરાની તીવ્રતાને (intensity ને) સમાન રાખે છે, અને કર્મનાં સ્થિતિ તથા જથ્થાનો સાથે સાથે નાશ કરતો જાય છે. આ મહાસંવરના માર્ગના તેના પુરુષાર્થથી તેની વાણી ખૂલે છે, અને જે જે પરમાણુઓ તેનાં વાચાવર્ગણાના પુદ્ગલ દ્વારા નીકળે છે, તે તે પરમાણુઓમાં અરિહંત, સિદ્ધ તથા ગણધરનાં કલ્યાણનાં પરમાણુઓ વધારે ભરેલાં હોય છે. આ કારણથી
૧૬૧