________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આ પ્રમાણે મહાસંવર માર્ગને આરાધતો જીવ ક્રમે ક્રમે શુધ્ધ પુરુષાર્થ વધારતા જઈ, ઉચ્ચ પ્રકારનાં કલ્યાણરસને મેળવતો જઈ વેદતો જાય છે, અને એ જ સમયે તેનાથી નબળા-ઊતરતી કક્ષાના આજ્ઞારસને આ લોકમાં વહાવતો જાય છે. આ પ્રક્રિયા કરવાથી એ જીવ પાંચ મહાવ્રતનું પાલન ખૂબ સુંદર રીતે આત્મિક શુદ્ધિથી પાળે છે, જેના થકી તેને અપૂર્વ એવી પરમાર્થિક સિદ્ધિ મળતી રહે છે.
મહાસંવરમાર્ગને અભુત પુરુષાર્થથી આરાધતા જીવને આત્મિક દૃષ્ટિએ ઘણો મોટો લાભ થાય છે. આ જીવ જ્યારે કલ્યાણનાં કાર્યમાં પણ મહાસંવરના માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે તેને સહજતાએ એ આજ્ઞારસ દ્વારા સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, અરિહંત, સિદ્ધ અને પંચપરમેષ્ટિ ભગવંતનો મૈત્રીભાવ મળે છે. આ મૈત્રીભાવને એ જીવ એ જ સમયે નિર્જરાના આજ્ઞારસ દ્વારા લોકમાં પ્રસરાવે છે. આ મૈત્રીભાવના પ્રસારણના બદલામાં તેને મૈત્રી પ્રેરિત વૈરાગ્યની ભેટ મળે છે. તેના સથવારામાં તેને મૈત્રી પ્રેરિત ઉદાસીનતા અને મૈત્રી પ્રેરિત વીતરાગતા પણ ભેટમાં મળે છે. આ ત્રણે ભેટની લાક્ષણિકતા એ છે કે ત્રણે ઉત્તરોત્તર ચડિયાતી કક્ષાનાં હોવા છતાં, તેનાં મૂળમાં મૈત્રીભાવ રહેલો હોવાથી તેને તેઓ જુદાં પણ અનુભવી શકે છે, અને સાથે પણ અનુભવી શકે છે. એટલે કે જે જીવ સાતમા ગુણસ્થાને મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિએ હોય એ સહેજા સહેજ મૈત્રી પ્રેરિત વૈરાગ્ય, મૈત્રી પ્રેરિત ઉદાસીનતા અને મૈત્રી પ્રેરિત વીતરાગતાને સ્થૂળતાએ એક સાથે અનુભવી શકે છે. માટે તે ક્ષાયિક સમકિત લીધા પછીના સૂક્ષ્મ તથા પરોક્ષ મિથ્યાત્વને, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન મોહને પણ એકસાથે નિર્જરાવી શકે છે. આમ તે મહદ્ અંશે પાંચે મહાવ્રતનું પાલન કરતો રહે છે, જેથી તેને દર્શનાવરણ કર્મનો ક્ષય થતો જાય છે. આ પ્રક્રિયામાં જીવને સંસારની સુખબુદ્ધિ વેદવા માટે યોગની જગ્યા રહેતી નથી એટલે તે જ્ઞાનાવરણનો ક્ષય પણ વધારતો જાય છે. પાંચ મહાવ્રતનું પાલન કરવાથી તેની સ્વરૂપ સ્થિરતા વર્ધમાન થાય છે એટલે અંતરાયકર્મ હળવું ને હળવું થતું જવા સાથે મોહનીય પણ ઘટતું જાય છે. આ રીતે તેને ઘાતકર્મોનું અલ્પત્વ થતું જતું હોવાથી એ જીવ મુખ્યત્વે શાતાવેદનીય કર્મનો બંધ કરતો રહે છે. આ જીવ પૂર્ણ આજ્ઞામાં
૧૫૯