________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
મંદતા તથા પૂર્ણ આજ્ઞાધીનતા સમાય છે, તેટલા પ્રમાણમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પરમાણુઓ આવતા હોવાથી અન્ય ઘાતી અઘાતી કર્મોની અલ્પતા થાય છે. આને આપણે સહજતાવાળો સકામ આશ્રવ કહી શકીએ, કારણ કે તેમાં કર્મનાં પરમાણુઓ કરતાં કલ્યાણનાં પરમાણુઓનો ગમો વધારે હોય છે. વળી, જે જીવ ધર્મનો રાગી છે તેને સંસારનો સહેજે નકાર થાય છે. માટે જે જે પૂર્વનાં કર્મો તેને સંસારમાં બાંધી રાખે છે, તે સર્વનો વેગથી ક્ષય કરવાના ભાવ તેને જાગે છે. તેથી જેટલા વેગથી તેનાં કર્મની નિર્જરા થાય છે, તેટલા જ વેગથી તેને કલ્યાણનાં પરમાણુઓનો આશ્રવ થાય છે; કેમકે ઉપરની પ્રક્રિયા નિર્જરા કરતી વખતે થાય છે. આ ઉપરાંત, જેટલો વેગ આ કલ્યાણનાં પરમાણુના આશ્રવનો હોય છે, એટલો જ વેગ નવા વિભાવભાવના સંવરમાં રહે છે. તેથી તે ઉત્કૃષ્ટ સકામ નિર્જરા સાથે ઉત્કૃષ્ટ સકામ સંવર કરી, એટલો જ શુધ્ધ સ્વરૂપના ગુણોનો સકામ આશ્રવ કરે છે.
વિચાર થઈ જાય તેવું છે કે આવી ત્રણ પ્રક્રિયા એકી વખતે જીવ કઈ રીતે કરે છે? જે જીવ પૂર્ણ આજ્ઞાસહિત લોકકલ્યાણના ભાવમાં વ્યસ્ત છે, તે જીવ સિદ્ધાંતથી કર્મની નિર્જરા કરે છે. નિર્જરા કરતાં તે જીવ લોકકલ્યાણના ભાવ કરે છે, અને કલ્યાણનાં પરમાણુઓનો ફરીથી આશ્રવ કરે છે. આ પ્રક્રિયામાં તે જીવ લોકકલ્યાણનાં પરમાણુઓનો પરિગ્રહ અલ્પ માત્રામાં અને અલ્પ સમય માટે કરે છે. અર્થાત્ તે જીવ જે સંખ્યામાં કલ્યાણનાં પરમાણુઓની નિર્જરા કરે છે તે જ સંખ્યામાં નવાં કલ્યાણનાં પરમાણુઓનો આશ્રવ કરે છે. તફાવત એ રહે છે કે તે જીવ નબળાં કલ્યાણરસનાં પરમાણુઓની નિર્જરા કરે છે અને સબળાનો આશ્રવ કરે છે. આમ આ જીવ પરમાણુઓની સંખ્યાની અપેક્ષાએ મહાવ્રતનું પાલન કરે છે.
તેને ગ્રહણ કરેલાં પરમાણુમાંથી જે કલ્યાણરસ મળે છે, તે રસને પોતાના આત્મામાં ગ્રહણ કરી, ફરીથી તેને પ્રેમરસ, મૈત્રીરસ અને કલ્યાણરસરૂપ આજ્ઞારસથી સંચિત કરી નિર્જરાવે છે. ઉદા. એક જીવ ઉપાધ્યાયજીના કલ્યાણરસને ગ્રહી, તરતમાં જ સાધુસાધ્વીના આજ્ઞારસભરિત કલ્યાણનાં પરમાણુઓને નિર્જરાવે છે. આ રીતે આજ્ઞારસનો આશ્રવ તથા નિર્જરા મહાસંવમાર્ગીને થાય છે.
૧૫૭