________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞારસ ધ્યાન દરમ્યાન મળે છે. આમ બે તીર્થંકર પ્રભુનો આજ્ઞારસ એના કેવળીગમ્ય પ્રદેશો ખેંચે છે; અને નિર્જરા પામતા પુદ્ગલ દેહને પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓમાં ફેરવે છે, તે પછી તેને એ જ ઘાટ આપી નિવૃત્ત થાય છે.
આ વિરલા જીવને અપેક્ષાએ એક નહિ પણ બે તીર્થંકર પ્રભુ સાથે આત્માનુબંધી યોગ હોવાને લીધે એ કલ્યાણનાં પરમાણુઓ બંને પ્રભુ પાસે જાય છે અને ઉપર ક્યા પ્રમાણે કાર્યકારી થાય છે. આ પ્રક્રિયાથી એ સિદ્ધ થાય છે કે જે ક્ષેત્રમાં પહેલો જીવ છે અને જે ક્ષેત્રમાં બીજો જીવ છે, એ બંને ક્ષેત્રમાં પહેલા જીવની તીર્થ પ્રવર્તાવવાની પ્રક્રિયા થાય છે. અને જો ત્રણ તીર્થકરોનો આ કાર્યમાં ફાળો હોય તો ત્રણે ક્ષેત્રમાં આ બંને તીર્થકરની તીર્થ પ્રવર્તાવવાની પ્રક્રિયા થાય છે.
શ્રી સિદ્ધપ્રભુના સર્વ ગુણોમાં ધુવકાંટા સમાન એક મુખ્ય ગુણ એવો છે કે જે ગુણના આધારે સિદ્ધાત્મા સદાકાળ માટે સિદ્ધરૂપે રહી શકે છે, એટલું જ નહિ પણ અન્ય સર્વ સિદ્ધાત્માના ગુણોને જાળવવામાં સહાયક પણ થાય છે. આ ગુણ છે. તેમનાથી આચરણ કરાતા સમય સમયના આજ્ઞારૂપી ધર્મ અને સમય સમયના આજ્ઞારૂપી તપનું પાલન. સર્વ સિદ્ધ પ્રભુના આત્મા સમયે સમયે મહાસંવરના માર્ગમાં લીન રહે છે. આ મહાસંવરના માર્ગના આધારે સિદ્ધાત્મા સતત સ્વરૂપલીનતા અને પરમાર્થિક સિદ્ધિમાં નિમગ્ન તથા એકરૂપ રહે છે.
જીવને જો સિદ્ધપ્રભુના આ મહાસંવર માર્ગનાં આજ્ઞાપાલનની કેળવણી લેવી હોય તો તેમાં તેને શ્રી સિદ્ધપ્રભુનાં સાથ, માર્ગદર્શન અને રક્ષણની જરૂર હોય તે સમજાય તેવી બાબત છે. વળી, સિદ્ધપ્રભુ સર્વ સમયે સ્વરૂપલીનતા માણી રહ્યા છે, તે સમયે તેમને લોકકલ્યાણ જેવી શુભ અને શુદ્ધ પ્રક્રિયા પણ બંધનરૂપ લાગે છે, તો તેમનો સાથ અને માર્ગદર્શન કેવી રીતે મેળવી શકાય? શ્રી જિનેશ્વરદેવ માત્ર નિષ્કારણ કરુણાથી આપણને તેનું સમાધાન આપે છે. શ્રી જિનપ્રભુ પરમોત્તમ મહામંત્રની રચના કરે છે જે અનાદિઅનંત સિદ્ધ છે, સર્વકાળ માટે એકસરખી રીતે ઉપકારી છે. અહીં “રચના' શબ્દનો ભાવાર્થ એવો છે કે તેઓ એ મંત્રમાં પોતાના અત્યુત્તમ કલ્યાણભાવનો પ્રાણ પૂરી એ મહામંત્રના કાર્યને જાગૃત કરે છે. આ મહામંત્રના બીજા પદમાં શ્રી સિદ્ધપ્રભુને
૧૪૬