________________
કેવળી પ્રભુનો સાથ
જરૂર વખતે કોઈ ને કોઈ તરફથી સૂચન થતું અને જરૂરિયાત પૂરી થઈ જતી. આ રીતે પ્રભુની આજ્ઞાએ વર્તવાથી કેટલાં બધાં નવાં બંધનનાં કારણોથી બચી જવાય છે તેનું મને પ્રત્યક્ષપણું થયું. તેથી પ્રભુની આજ્ઞામાં સતત રહેવાનું દઢત્વ ખૂબ જ વધ્યું. આ રીતે જુદા જુદા અનુભવો દ્વારા પ્રભુનાં સાનિધ્યનો લહાવો મને મળતો હતો. તેથી તેમના માટે મારા પ્રેમભાવ, અહોભાવ, પૂજ્યભાવ કેટલા વધ્યા હોવા જોઈએ તેનો આપને જરૂર લક્ષ આવ્યો હશે.
આવા વિવિધ અનુભવોમાંથી પસાર થતાં થતાં મને શ્રી રાજપ્રભુ દ્વારા અરિહંત પ્રભુનાં મહિમા, ઉપકાર, બોધ આદિનો પરિચય થતો ગયો. અને તે અનુભવને પ્રકાશિત કરનારા ઉગારો આ રીતે સરી ગયા -
તારે દ્વારે હું આવી હે નાથ! મને કેમ કરી કરશે તે નિરાશ? હું તો આવી સકળ વિશ્વ ત્યાગી, તારા આશરાને સાચો માની, મને જોઈએ તારું એ કેવળજ્ઞાન, બીજું કાંઈએ ન માનું એહ સમાન. હું તો પામીશ, તારું એ સ્વરૂપ, એમાં કશીએ ન આવે હવે ચૂક, મને સહાય નિત્ય કરજે નાથ! મને કેમ કરી કરશે તે નિરાશ?
સંસાર સમુદ્ર તારવા, પ્રભુ આપની કૃપા ઘણી, મનવાંછિત જ્યાં પામતાં, ત્યાં શું રહે મણા પછી? પ્રભુ આપનો ઉપકાર જેટલો માનીએ તે ઓછો છે, અમને ઉગારી દુ:ખથી, સુખમાં સુવાડ્યા આપે છે.
xvi