________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
સહાયથી એ આત્મા શુકુલધ્યાન અથવા ઊંડા ધર્મધ્યાનમાં નિસ્પૃહતાથી જાય છે. એ ધ્યાન પ્રતિ એમનો લોભ અથવા તો સુખબુદ્ધિ બહુ જ અલ્પ અગર નહિવત્ હોય છે. તે કારણથી તેમને જ્ઞાનદર્શનનો ઊઘાડ વિશેષ થાય છે, વાણીની શુદ્ધિ મળે છે, જેમકે મૌખિક વચન કે લખાણની અભિવ્યક્તિ સિદ્ધહસ્ત રહે છે, છઠ્ઠા ગુણસ્થાને પરમ વીતરાગદશા આવે છે, અનહદ નાદ અને ૐ ધ્વનિની વિશેષ સિદ્ધિ પ્રગટે છે, પરમ વિનયની પ્રાપ્તિ થાય છે વગેરે અનેક સિદ્ધિઓ મળે છે.
આ ઉપરાંત એક ગુપ્ત છતાં અતિસુંદર આંતરસિદ્ધિ પણ મળે છે. એ જીવ જ્યારે જ્યારે મહાસંવરના માર્ગે ધર્મધ્યાન અગર શુકુલધ્યાનમાં જાય છે ત્યારે ત્યારે તેના રુચક પ્રદેશ, નિત્યનિગોદમાંથી નીકળતી વખતે તેના રુચક પ્રદેશની જે આકૃતિ હોય તે આકૃતિમાં ગોઠવાઈ જાય છે. તેની સાથે સાથે તેના કેવળીગમ્ય પ્રદેશોની આકૃતિ પણ એ જ જાતની રચાય છે. એટલે કે તેમના ધ્યાનમાં રુચક પ્રદેશ અને કેવળીગમ્ય પ્રદેશથી બનતી આકૃતિઓ સમાન આકારની થાય છે. આમ થવાથી તેના રુચક પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને અતિ શુધ્ધ જ્ઞાન તથા દર્શન (જે શ્રી સિધ્ધપ્રભુ પાસે અનુભવમાં છે અને શ્રી કેવળ પ્રભુ પાસે શ્રુતરૂપે છે) નું દાન કરે છે. આ વચનનું રહસ્ય એમ સમજવું કે શ્રી સિદ્ધપ્રભુને એવાં શુધ્ધ જ્ઞાનદર્શન અનુભવમાં છે કે જેનાથી તેમને અક્ષય સ્થિતિ મળી છે. વળી સિદ્ધપ્રભુના અન્ય ગુણો કે જે શ્રી અરિહંતપ્રભુમાં અનુભવરૂપે નથી, પણ અપેક્ષાએ શ્રુતરૂપે છે (જે ગુણો તેમને સિદ્ધ થયા પછી મળવાના છે) તેનું દાન મળે છે. આવા જ્ઞાનદર્શનનું દાન રુચક પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને આપે છે.
જ્યારે ભાવિ તીર્થંકર પ્રભુનો જીવ ધ્યાનમાંથી બહાર નીકળી સ્વઉપયોગમાં આવે છે, ત્યારે તેમના કેવળીગમ્ય પ્રદેશો, પોતાના અશુદ્ધ પ્રદેશોને આ જ્ઞાનદર્શન દાનરૂપે આપે છે. આ દાનના પ્રભાવથી એ જીવ રત્નત્રયની આરાધના વિશેષતાએ કરી કેવળજ્ઞાનને નજીક લાવે છે.
જેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું ન હોય તેવા જીવ મહાસંવરના માર્ગને આરાધતા હોવા છતાં, તેમના રુચક પ્રદેશો અને કેવળીગમ્ય પ્રદેશોથી બનતી આકૃતિ સમાન થતી
૧૪૩