________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ભોગવટામાં આજ્ઞાધીન રહેતાં શીખતો જાય છે. તેમ છતાં, તે વખતે તે કર્મનાં કર્તાપર્ણાના ભાવમાં સ્વચ્છેદથી વર્તતો હોય છે. આમ થવાનું કારણ એ જણાય છે કે મનુષ્યને જીવનમાં માનભાવનું પ્રાબલ્ય તથા બહુલતા રહેલી હોય છે. પરિણામે કર્મનાં કર્તાપણાના ભાવમાં આજ્ઞાધીનપણું લાવવા માટે જીવે મહાસંવરના માર્ગનો યથાર્થ રીતે ઉપયોગ કરવો પડે છે. એમાં જીવે સંવર તથા નિર્જરા બંને પ્રત્યે ઉત્કૃષ્ટ પુરુષાર્થ થવાનું હોવાથી ક્રમે ક્રમે આજ્ઞાધીન કલ્યાણભાવના પ્રભાવથી જીવ કર્મનાં કર્તાપણાના તથા ભોકતાપણાના ભાવમાં આજ્ઞાધીન થતો જાય છે. આજ્ઞાધીનપણાની પૂર્ણતા આવતાં જીવ ક્ષાયિક ચારિત્રની પૂરી ખીલવણીવાળું ફળ પ્રાપ્ત કરે છે. આ તબક્કામાં જીવ મહાસંવરના માર્ગને વિશેષ પ્રમાણમાં આરાધતાં શીખતો જાય છે. અને દિવસનો ઘણો ભાગ તે જીવ આ માર્ગમાં રહેતો થાય છે.
૧૬,૧૭,૧૮. શ્રેણિની તૈયારી કરતાં જીવ શુકુલધ્યાનમાં પંદર મિનિટ પૂરી કરે ત્યારે તે પુરુષની પદવી પામે છે. અને ત્યારથી તેના પર સ્વાર કલ્યાણમાં સક્રિય થવાની બેવડી જવાબદારી આવે છે. જીવ સપુરુષની અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તેને શ્રેણિ માંડવાની પાત્રતા આવે છે, પરંતુ સામાન્યપણે જીવ શ્રેણિ માંડવાની તૈયારી વહેલામાં વહેલી શુકુલધ્યાનની વીસ મિનિટે પહોંચે ત્યારથી કરતો હોય છે. પુરુષની દશાએ પહોંચ્યા પછીથી જ તેની શ્રેણિ માટેની ઊંડાણભરી સમજણ અને ક્ષમતા વધવા લાગે છે, અને તે માટેની તેની કાર્યશક્તિ વીસ મિનિટે પહોંચ્યા પછીથી સામાન્યપણે સક્રિય થાય છે.
જીવ જેમ જેમ સંસારીભાવથી નિસ્પૃહ થતો જાય છે, માર્ગની જાણકારી મેળવતો જાય છે, તેમ તેમ ચારિત્રની ખીલવણી કરતાં જઈ તે શ્રેણિ માંડવાની તૈયારી કરતો જાય છે. તે વખતે તે ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ કે યોગમાર્ગની ઉત્તમતા વેદી આજ્ઞામાર્ગમાં સરે છે. ભક્તિમાર્ગની ઉત્કૃષ્ટતાએ પહોંચી, તેનો યોગ્ય પુરુષાર્થ કરી, નિગ્રંથમાર્ગમાં જવાની ઇચ્છા રાખે છે. એ માર્ગમાં પણ ઉત્કૃષ્ટપણે વર્તવાના ભાવ કેળવી, તે નિર્વાણમાર્ગ અને પરિનિર્વાણમાર્ગમાં પણ ઉત્કૃષ્ટપણે વર્તી સંસારનો સંપૂર્ણ
૧૩૭