________________
કેવળી પ્રભુનો સાથ
સમય માટે યોગ સાથે જોડાતા નથી, તે વખતની શુદ્ધિના ફળરૂપે તેઓ જોડાણના એક સમયમાં ઘણી વધારે તીક્ષ્ણતાથી પોતાના ઉપયોગને ફેરવી શકે છે. અર્થાત્ એટલી વધારે પરમાર્થિક સિદ્ધિ તેઓ મેળવે છે. તેઓ જેટલી તીક્ષ્ણતાથી ઉપયોગને ફેરવી શકે છે તેટલી તેમની કરણ કરવાની ત્વરા અને શક્તિ વધે છે, અને એટલા વિશેષ કલ્યાણનાં પરમાણુઓ તેમના થકી બહાર ફેંકાય છે. આ નિયમના આધારે શ્રી અરિહંતપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓની સંખ્યા સહુથી મોટી હોય છે. તે પછીના ક્રમમાં ગણધર કેવળીનાં પરમાણુઓ, તે પછી પંચપરમેષ્ટિ કેવળીનાં ૫૨માણુઓ અને તે પછી છેવટમાં અન્ય કેવળીપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓની સંખ્યા ઊતરતા ક્રમમાં આવે છે. આ બધાં જ કલ્યાણનાં પરમાણુઓ જગતજીવોને માટે ખૂબ ઉપકારક છે.
ગણધર કેવળીની એક વિશેષતા છે. અમુક વિરલા ગણધર પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં એમના ગુરુ શ્રી તીર્થંકર પ્રભુની પૂર્ણ આજ્ઞામાં રહેતા હોય છે. તેઓ કેવળજ્ઞાન લે છે તે પછીથી તેમનાં કલ્યાણનાં પરમાણુઓની કેવળી સ્વરૂપે સ્ફૂરવાની શક્તિ અન્ય ગણધરો કરતાં વધારે હોય છે. સામાન્ય રીતે કેવળજ્ઞાન લીધા પછી ગણધરપ્રભુનું કલ્યાણકાર્ય સિમિત થઈ જતું હોય છે, પણ આવા વિરલા ગણધરપ્રભુનું આ કાર્ય કેવળજ્ઞાન લીધા પછી પણ લગભગ એવી જ માત્રામાં ચાલુ રહેતું હોય છે. તેથી કેવળી સ્વરૂપે તેઓ ઘણા જીવોનું કલ્યાણ કરતા રહે છે. આવા ગણધર પ્રભુનો ગણધર તરીકેનો છદ્મસ્થ અવસ્થાનો કાળ અન્ય ગણધરો કરતાં પ્રમાણમાં નાનો હોય છે.
આ પ્રમાણે આજ્ઞામાં રહેતા રહેતા જીવ સાતમા ગુણસ્થાન સુધીની આત્માની શુદ્ધિ કરે છે, અને અનેક પ્રકારે સિદ્ધિ મેળવતાં મેળવતાં શ્રેણિની તૈયારી કરતો જાય છે. તે તૈયારી કરવા માટે તે પોતાની અપૂર્ણ આજ્ઞામાં રહેવાની ટેવને પૂર્ણ આજ્ઞામાં રહેવાની ટેવમાં પલટાવતો જાય છે; તેમજ પોતાનો આત્મવિકાસ સાધતો જાય છે, જેમ જેમ તેની આત્માની શુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તેને પરમાર્થિક સિદ્ધિઓ આવતી જાય છે, અને તેના અનુસંધાનમાં જેમ જેમ જ્ઞાનનાં આવરણો હટતાં જાય છે તેમ તેમ જ્ઞાનનાં સૂક્ષ્મ ભેદોની જાણકારી પણ તેનામાં પ્રગટતી જાય છે. આ
૧૩૪