________________
કેવળી પ્રભુનો સાથ
માર્ગદર્શન તથા રક્ષણને કારણે મારા રોજિંદા જીવનમાં વ્યવહારની શુદ્ધિ તથા આત્મિક સુધારો થતો ગયો, અને મારો જીવન પ્રતિનો દૃષ્ટિકોણ બદલાતો ગયો.
મારી આત્મસ્થિરતા તથા વ્યવહારશુદ્ધિ જેમ જેમ વધતાં ગયાં, તેમ તેમ આત્માને લગતા સિદ્ધાંતોની, કર્મ સિદ્ધાંતોની સમજણ ઊંડી તથા વિશદ થતી ગઈ. તેનું ટાંચણ કરવાની આજ્ઞા આવતાં તે લખાણ પણ કરતી ગઈ. આ રીતે આ ગ્રંથ માટેના મુદ્દાઓ તૈયાર થતા ગયા. પરંતુ પ્રભુની આજ્ઞા ન થાય ત્યાં સુધી ગ્રંથ લખવાનો આરંભ ન કરવાનો મારો નિર્ણય અફર હતો, તેથી એ ભાવો તથા લખાણ હૃદયસ્થ તથા કાગળ પર જ હતાં. તેમાં પ્રભુ તરફથી મળતો બોધ અને ઊઠતા વિવિધ કલ્યાણભાવ સચવાયેલા હતા. આ વિશેના અનુભવો જાણવાથી પ્રભુ મને કેવી રીતે બોધ આપી આજ્ઞાધીન રાખતા હતા તેની સમજણ આપને આવશે એવી આશા છે.
સામાન્ય રીતે ઓફિસે જતાં પહેલાં હું એમના (શ્રી રજનીભાઈ મહેતાના) માથામાં તેલ ઘસી દેતી. એક દિવસ ધાંધલ તથા ઉતાવળને કારણે મારાથી તેલ નાખવાનું રહી ગયું, અને હું ઓફિસમાં પહોંચી ગઈ. ત્યાં પહોંચતા જ મને કૃપાળુદેવનો નારાજીથી ભરેલો ચહેરો દેખાવા લાગ્યો. મને તેમની નારાજીનું કારણ સમજાયું નહિ, તેથી તેમની ક્ષમા માગી કારણ જણાવવા વિનંતિ કરી. તેમણે કહ્યું, “તારી સવારની ચર્ચા વિચારી જા, તને જ ખ્યાલ આવશે કે તે શું ભૂલ કરી છે.” હું વિચારવા લાગી. થોડીવાર પછી મને સમજાયું કે આજે માથામાં તેલ ઘસવાનું ભૂલાઈ ગયું છે. મેં કૃપાળુદેવની ફરીથી ક્ષમા માગી અને રાત્રે સૂતાં પહેલાં તેલ ઘસી દેવાનું જણાવ્યું. આ નિર્ણય કરતાંની સાથે જ તેમનો ચહેરો ખૂબ પ્રસન્ન દેખાયો. મને અંતરમાં ખૂબ ઠંડક થઈ કે પ્રભુ મારું કેટલું ધ્યાન રાખે છે!
આ પછી થોડા જ દિવસમાં પ્રભુએ મને જણાવ્યું કે તારે આવતી કાલથી બે મહિના માટે ખાવાની કોઈ પણ ચીજ તારી મેળે લેવાની નહિ, કોઈ આપે તો જ લેવાય. માગવાની છૂટ નહિ, પણ ન જોઈતું હોય તો ના કહેવાની છૂટ. આ આજ્ઞા
xiv