________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
લાગણી જન્મે છે. આ લાગણીથી થતા ભાવને અનુરૂપ કર્મપરમાણુના સ્કંધને તે આવકારે છે, જેનાથી તેના ભાવ પૂરા થવામાં તેને સહાયતા મળે છે. આ ભાવના આધારથી તે જીવ સહજતાએ તે વખતે સંસારને વધારનારા કર્મનો આશ્રવ ઘટાડે છે, એટલે કે તે સંવર આચરે છે. આમ વારંવાર થયા પછી જ્યારે તેના છૂટવાના ભાવ ઉગ્નરૂપ ધારણ કરે છે ત્યારે તે જીવ પૂર્વે સંચિત કરેલાં સર્વ કર્મ, જે તેનાં ધ્યેયને પાર પાડવામાં આડા આવે છે, તેને નિઃશેષ કરવાના ભાવ કરે છે. પરિણામે તે જીવ પોતાનાં ધ્યેયને સાર્થક કરવા માટે યોગ્ય તપરૂપી આરાધન કરવાનો પુરુષાર્થ કરે છે. આ ભાવની પરંપરાને આપણે શાસ્ત્રીય પરિભાષામાં ‘સકામ સંવર’ કહી શકીએ. આમ કોઈ પણ સિદ્ધિ મેળવવા માટે જીવ સામાન્યપણે પહેલા સંવર કરે છે અને પછી પૂર્વકર્મની નિર્જરા કરે છે. આમ કરવામાં જીવ જો પ્રમાદરહિત બને તો તે ત્વરાથી સિદ્ધિ મેળવે છે, અને પ્રમાદી થાય તો તેને સિદ્ધિ મેળવવામાં વિલંબ થયા કરે છે. ટૂંકામાં કહીએ તો જીવે જ્યારે જ્યારે આત્મવિકાસ સાધવો હોય ત્યારે ત્યારે અપ્રમાદી થવું જ પડે છે. પ્રમાદથી વિકાસ અટકી જાય છે.
આમાં પુરુષાર્થની ભિન્નતાવાળા બે માર્ગ આ લોકમાં આપણને જોવા મળે છે. એક સંવરની મુખ્યતાવાળો માર્ગ અને બીજો નિર્જરાની મુખ્યતાવાળો માર્ગ. સંવરપ્રધાન માર્ગમાં જીવ આ સંસારથી છૂટવાના ભાવને જ પ્રાધાન્ય આપે છે, તે જીવ પૂર્વકર્મ નિઃશેષ ક૨વામાં મંદ થાય છે કે પ્રમાદી થાય છે. આવા પુરુષાર્થને કા૨ણે જીવ સૂક્ષ્મ કે મધ્યમ તીવ્રતાવાળા કર્મના ઉદય વખતે સ્થિર રહી શકે છે, પણ ઉગ્ર કર્યોદય વખતે તે જીવ તીવ્રભાવમાં સરી પડી પોતાનો સંસાર લંબાવી નાખે છે, મોક્ષને દૂર કરે છે. તેથી આ માર્ગ શ્રેષ્ઠ માર્ગ નથી.
કેટલાક જીવો આ માર્ગથી તદ્ન વિપરીત એવા નિર્જરાપ્રધાન માર્ગને સેવે છે. આ માર્ગે આગળ વધતો જીવ કોઈ શુભ ઋણાનુબંધીને પૂર્વ સંચીત કર્મની નિર્જરા કરતો જોઈ, એના જેવો પુરુષાર્થ કરવા પ્રેરાય છે. વળી, આવો જીવ માર્ગની અધૂરી જાણકારીને ભૂલના કારણે પૂરી જાણકારી ગણે છે, અને એ રીતે માર્ગનું આરાધન કરે છે. તેથી આ જીવ વિભાવ કરવામાં ક્યાંય મોળો પડવાનો કે મંદ થવાનો
૧૨૧