________________
કેવળી પ્રભુનો સાથ
તેનાં અંતરાય કર્મ વિના વિઘ્ને તૂટતાં જાય છે. આ માર્ગે જતાં, પોતાની વર્તમાન શક્તિ કરતાં વધારે માંગવાની ઇચ્છાથી અને તેનાથી મળતી પ્રભુની સહાયતાથી જીવને ચડિયાતા માર્ગ પર ચાલવામાં મુશ્કેલી અનુભવાતી નથી, કેમકે તેનું જે લક્ષ છે તે તેની મુશ્કેલી કરતાં ઘણું મોટું છે. તેનાં કારણે જીવને આજ્ઞામાર્ગમાં જવા અને આજ્ઞામાર્ગથી આગળ વધી નિગ્રંથમાર્ગ પર સરવા માટે જે ઉદિત સંજોગો સાથે સમાધાન કરવાનું હોય છે તે ખૂબ સહેલાઈથી થતું જાય છે. આમ ભક્તિમાર્ગ સુંદ૨ કલ્યાણકારી સેતુ બની જીવને આગળ વધારે છે. જીવ આજ્ઞાનું મહત્ત્વ સમજાતાં ભાવ કરતો થાય છે કે,
“પરમ શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞામાં રહેવાથી, જે આજ્ઞાની મને પ્રાપ્તિ થઈ છે, તેને માટે હું પરમ આભાર અને અહોભાવ વેદી શ્રી પ્રભુને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરું છું. તે સાથે હું એવી ભાવના ભાવું છું કે મળેલી આજ્ઞાને હું પૂર્ણ આજ્ઞાથી ઉત્કૃષ્ટપણે તથા યથાર્થપણે પાળી શકું, અને પરમ મૈત્રીથી ઉપજતી વીતરાગતા મેળવી મહાસંવરના માર્ગને માણી શકું તે માટે, હે પ્રભુ! આપ કૃપા કરી મને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની કૃપા અને આજ્ઞામાં લીન બનાવો.”
૧૧. પાંચમા ગુણસ્થાને જતાં
૧૨. છઠ્ઠા ગુણસ્થાને પહોંચતા
ચોથા ગુણસ્થાને રહેલા જીવને પોતાનું સ્વરૂપ માણવામાં જે જે પદાર્થો કે પરિસ્થિતિ વિઘ્નરૂપ જણાય છે તે તે છોડતા જવાનો ભાવ તેનામાં ઉત્પન્ન થાય છે, કારણ કે સ્વસ્વરૂપનો જે આસ્વાદ તેને મળ્યો છે તેનું આકર્ષણ તેને વિઘ્નકર્તા સંસારી પદાર્થોના ત્યાગ પ્રતિ દોરી જાય છે. અને આ દેશત્યાગ કરી જીવ પાંચમા ગુણસ્થાને આવે છે ત્યારે તે ટૂંકા કાળ માટે મહાસંવરના માર્ગનું આરાધન કરી વિકાસ પામે છે.
‘આણાએ ધમ્મો, આણાએ તવો' એ મુક્તિ મેળવવા માટે ટૂંકામાં ટૂંકો સહુથી સહેલો છતાં સૌથી તીક્ષ્ણ માર્ગ છે. આ માર્ગમાં ધર્મ એટલે ‘આત્માનો મૂળ સ્વભાવ’
૧૧૮