________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
કર્મ બંધાતાં રહે છે; જે કર્મો જીવે પરવશપણે પણ ભોગવવાં જ પડે છે. વ્યવહારમાં અઘાતી કરતાં ઘાતી કર્મ ઘણાં બળવાન છે, કારણ કે તેનાં કારણે જ અઘાતી કર્મો બંધાતા રહે છે. તેમ છતાં અઘાતી કર્મો ભોગવતી વખતે જીવ અનેક કષાય કરી નવાં ઘાતી કર્મો બાંધતો જાય છે તે વિશેષતા છે. સર્વ ઘાતી ર્મોમાં અંતરાય કર્મ સહુથી બળવાન કર્મ છે. કોઈ પણ પરમાર્થિક સિદ્ધિ મેળવવામાં આ કર્મ ખૂબ જ આડું આવે છે. એટલું જ નહિ પણ તે કર્મ બીજાં બધાં કર્મ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. વળી, તે કર્મ ધ્રુવબંધી હોવાથી જીવ કાં સંસારની અને કાં પરમાર્થની અંતરાય સતત બાંધતો જ રહે છે. અન્ય જીવોને સંસારની શાતા મેળવવામાં જ્યાં વિઘ્ન નાખવામાં આવે છે ત્યાં જીવને સંસારની અંતરાય બંધાય છે, અને જ્યાં સદેવ, સગુરુ અને સધર્મની અશાતના કે અવિનય કરવામાં આવે છે ત્યાં જીવને પરમાર્થની અંતરાય બંધાય છે. આ પ્રકારનાં અશાતના તથા અવિનય થવાનું કારણ બને છે જીવનાં મિથ્યાત્વ, સ્વચ્છેદ અને પ્રમાદ. આ ત્રણેનાં મૂળમાં જીવનો માનભાવ રહેલો હોય છે, જે આ ત્રણેને વધવામાં પોષણ આપે છે, પરિણામે જીવ વધારે અવિનય કરી વધારે ઘાટી અંતરાય બાંધે છે.
આવો જીવ જ્યારે વિઘ્નરૂપ થતી અંતરાયનો નાશ કરવાનો નિર્ણય કરે છે ત્યારે સામાન્યપણે તે જીવ મુખ્યત્વે જ્ઞાન તથા દર્શનની શુદ્ધિ કરવાનો પુરુષાર્થ કરી પોતાની અંતરાયને તોડે છે. મોટાભાગના જીવો શરૂઆતમાં આ માર્ગે જાય છે, પરંતુ આ રીતે વર્તવાથી જીવનો માનભાવ જતો ન હોવાને કારણે તે જીવ સૂક્ષ્મતાએ કે સ્થૂળતાએ અંતરાયના ક્ષયને પોતાના પુરુષાર્થનું ફળ સમજે છે, જે અસત્ય છે. તેની ભૂલ પણ છે, કારણ કે અંતરાય કર્મ તો શ્રી સગુરુનાં શરણમાં સદ્ભાવથી જવાથી જ તોડી શકાય છે. એટલે કે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરતા જવાથી જીવ અંતરાય કર્મને તોડે છે. આથી જ્યારે જીવ માનપ્રેરિત ભાવથી એમ વિચારે છે કે, “મેં આ અંતરાય કર્મનો ક્ષય કર્યો ત્યારે તે વિચારમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે કરેલા ઉપકારની અવગણના રહેલી છે. તે અવગણના સદૈવ, સદ્ગુરુ અને સદ્ધર્મનો અવિનય છે. જે તેનાં પાંચે વ્રતનો ભંગ કરાવે છે. પરિણામે આ
૧૦૩