________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આ બંને માર્ગમાં જીવનો લક્ષ ‘કુકર્મનો નાશ કરવાનો' રહે છે. આ જીવનું નકારાત્મક
વલણ કહી શકાય.
બીજા વિભાગમાં સ્વભાવને વિકસાવવાની પ્રક્રિયા કરી કુકર્મ ઘટાડવાની વૃત્તિ જીવને રહે છે તે તેનું હકારાત્મક વલણ છે. તેમાં જીવ આત્માના ગુણોનો આશ્રવ વધારવા પ્રયત્ન થાય છે, જેનાં ફળરૂપે સહજપણે તેનાં કુકર્મ ઘટતાં જાય છે અને જીવનાં સાહજિક ગુણો ખીલતા જતા હોવાથી તે પ્રસન્નતા અને આનંદનું વેદન વધારે માત્રામાં કરી શકે છે.
૫. અંતર્દ્રતિસ્પર્શ
આ પ્રમાણે અકામ નિર્જરા કરતો કરતો જીવ ચારે ગતિમાં પોતાના ભાવાનુસાર ભમ્યા કરે છે. આવો અજ્ઞાની જીવ જ્યારે પરમ કલ્પવૃક્ષ સમાન શ્રી અરિહંત પ્રભુના સીધા યા આડકતરા સાનિધ્યમાં આવે છે ત્યારે તેમના કલ્યાણભાવનો સ્પર્શ થવાથી, તેની આ અનાદિકાળની કલંકભરી પ્રક્રિયાને ધક્કો લાગે છે; અને તેને અંતરંગમાં એવા અવ્યકત ભાવ ઊઠે છે કે પોતાની વર્તમાન પ્રક્રિયામાં કંઈક ઓછપ કે અધૂરપ છે. તે લાગણીનાં અનુસંધાનમાં તે જીવ પ્રભુનાં શરણમાં જઈ પ્રાર્થના અવ્યકતપણે કરે છે.
આવી અવ્યકત પ્રાર્થનાની માગણીના આધારે શ્રી અરિહંતપ્રભુ તેને એક અપૂર્વ માર્ગનાં દર્શન કરાવે છે. એ માર્ગના આરાધનથી જીવ ‘આત્મિક શુદ્ધિ' દ્વારા ‘પરમાર્થિક સિદ્ધિ’ મેળવે છે. પ્રભુજીએ બતાવેલો માર્ગ પોતે આચરતો હતો તેનાથી જુદા પ્રકારનો છે એવી સમજણ તેને આવવાની શરૂ થાય છે. આ માર્ગમાં આશ્રવ કે નિર્જરાને બદલે સંવર પર વધારે ભાર મૂકાયો છે તેવું તેને સમજાવા લાગે છે. તેથી
આ માર્ગમાં જીવ સંવરની તીક્ષ્ણતાથી ધર્મ આદરે છે. કદાચ આપણને સવાલ થાય કે પ્રભુજીએ બતાવેલો સંવરનો માર્ગ કઈ રીતે જુદો પડે છે? શ્રી અરિહંતપ્રભુ એનું રહસ્ય સમજાવી આપણા પર ઘણો ઘણો ઉપકાર વરસાવે છે.
૯૫