________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
આ જ પ્રમાણે જીવ પ્રત્યેક પ્રગતિનાં સર્વ પગથિયે, એ સમય માટે આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપનું આચરણ કરી, મહાસંવરના માર્ગને આરાધી આત્મિક શુદ્ધિ દ્વારા પરમાર્થિક સિદ્ધિ મેળવતો જાય છે. આત્મિક પ્રગતિનાં વિકાસનાં પગથિયાં આ પ્રમાણે વિચારી શકાય –
૧. શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી નિત્યનિગોદમાં એક પછી એક રુચક પ્રદેશ મેળવતા મેળવતા સાત રુચક પ્રદેશ પ્રાપ્ત કરવા સુધી પહોંચતાં.
૨. સિદ્ધ થતા પ્રભુનાં નિમિત્તથી આઠમો રુચક પ્રદેશ મેળવી નિત્યનિગોદમાંથી બહાર નીકળી ઈતર નિગોદમાં આવતાં.
૩. કોઈ ભયંકર અશુભ કર્મોદયના કારણે જીવ ત્રસ નાડીની બહાર ફેંકાઈ ગયો હોય તો, કેવળી સમુદ્દાત કરતા કેવળીપ્રભુનો સાથ લઈ ફરીથી ત્રસ નાડીમાં પ્રવેશ કરતી વખતે.
૪. શ્રી સત્પુરુષના સાથથી સંશી પંચેન્દ્રિય થતાં સુધી, પ્રત્યેક ઈન્દ્રિયની વૃદ્ધિ કરતી વખતે.
૫. અંતવૃત્તિસ્પર્શ કરતી વખતે.
૬. નિશ્ચયથી વ્યવહાર સમકિત પ્રાપ્ત કરતી વખતે.
૭. કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ વખતે.
૮. ઉપશમ સમ્યક્ત્વ લેતાં.
૯. ક્ષયોપશમ સકિત મેળવતાં.
૧૦. ક્ષાયિક સમકિત ફોરવતાં.
૧૧. પાંચમા ગુણસ્થાને જતાં.
૧૨. છઠ્ઠા ગુણસ્થાને પહોંચતાં.
૧૩. સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરતાં.
૮૩