________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪ તીર્થક
4th Proof
૧: પ્રથમ તીર્થકર શ્રીષભદેવ (આદિનાથ) ભગવાન
જૈન ધર્મ પ્રમાણે, જે તારે તે તીર્થ અને તીર્થ પ્રવર્તાવે તેને તીર્થકર કહેવાય. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આમ ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે તે તીર્થકર અથવા જેઓને તીર્થકર નામ કર્મનો ઉદય થાય તે તીર્થકર કહેવાય.
સર્વ તીર્થકરો પોતાના વર્તમાન તીર્થંકરના ભવથી પૂર્વેના તૃતીય ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જીત કરે છે.
પરિણામોની ઉચ્ચ ધારાએ વીસ પ્રકારની ઉત્તમ આરાધના કરતાં જીવોને તીર્થંકર નામ કર્મનો બંધ થાય છે.
ઓછામાં ઓછો (જઘન્ય) એકસાથે વીસ તીર્થકરો હોય જ. વધુમાં વધુ (ઉત્કૃષ્ટ) ૧૬૦ અથવા ૧૭૦ તીર્થંકર થઈ શકે. આ કથન એક સમયમાં જુદા જુદા ક્ષેત્રની અપેક્ષાએ સમજવાનું છે. એક જ ક્ષેત્રમાં એક સાથે બે તીર્થકરો હોઈ શકે જ નહિ.
મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્રો કર્મભૂમિના છે. તેમાં જ તીર્થંકરો થાય. મહાવિદેહ ક્ષેત્રમાં હિંમેશા તીર્થકરો હોય જ છે. જ્યારે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં અમુક કાળે જ તીર્થકરો હોય છે. આ બન્ને ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. ચડતો કાળ તે ઉત્સર્પિણી કાળ અને ઉતરતો કાળ તે અવસર્પિણી કાળ તરીકે પ્રસિદ્ધ છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ દસ ક્રોડા ક્રોડી સાગરોપમ છે અને તેના છ છ આરા(સમયના વિભાગ) છે.